________________
૩. એક નવકાર ગણવાથી ૫૦૦ સાગરોપમ જેટલા અશુભ કર્મોનો નાશ થાય
છે. ૪૭ દિવસની આરાધનામાં દરેક આરાધક ૧,૦૧,૫૨૦ નવકાર ગણે છે. ૧ ઉપધાન કરવાથી ૫,૦૭,૬૦,૦૦૦ કરોડ સાગરોપમ જેટલા અશુભ કર્મોનો નાશ થાય છે. આપણો આત્મા ૧૬,૭૫,૦૦૦ કરોડ વાર સાતમી
નારકીના કર્મોને તોડે છે. ૪. એક નવકાર ગણવાથી બે લાખ પાંસઠ હજાર પલ્યોપમ દેવલોકનું આયુષ્ય
બંધાય છે. ઉપધાનમાં દરેક આરાધક ૧,૦૧,૫૨૦ નવકાર ગણે છે. એક
ઉપધાન કરવાથી ર૬,૯૦,૨૮,૦૦,૦૦૦ પલ્યોપમનું દેવાયું બંધાય છે. ૫. દરેક સો લોગસ્સના કાઉસ્સગ્ગથી ૪૭ દિવસમાં ૬૧,૩૫,૨૧,૦૦૦
પલ્યોપમ દેવાયુ બંધાય છે. ૬. એક વાર ઇરિયાવહી સૂત્રનો પાઠ કરવાથી ૮૮,૦૦૦ સોનાની ૫૦૦ ધનુષ્ય
પ્રમાણ જેટલી મોટી પ્રતિમા ભરાવવાનો લાભ મળે છે. ૭. ઉપધાન તપમાં આવતા ૨૧ ઉપવાસથી ૨૧ લાખ કરોડ વર્ષના અશુભ કર્મોનો
નાશ થાય છે. ૮. ઉપધાન તપમાં આવતા ૧૦ આયંબિલથી ૧૦ હજાર કરોડ વર્ષના અશુભ
પાપોનો નાશ થાય છે. ૯. ઉપધાન તપમાં આવતી ૧૬ નિવિથી ૧૬ કરોડ વર્ષના અશુભ કર્મોનો નાશ
થાય છે. - ૧૦. ૪૭ દિવસના રિમુઢના પચ્ચખાણથી ૪૭ લાખ વર્ષના અશુભ પાપોનો - નાશ થાય છે.
કાઉસ્સા વિશે વિશેષ
(૧) કાઉસગ્ગના બાર હેતુ (૧) પાપોની શુદ્ધિ માટે (૨) આલોચનાનું તપ કરવા માટે (૩) રાગ-દ્વેષ ટાળવા રૂ૫ આત્મ વિશુદ્ધિ માટે. (૪) માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય રૂપ ત્રણ શલ્ય રહિત થવા માટે (૫) શ્રદ્ધા (૬) નિર્મળ બુદ્ધિ (૭) ધીરજ (૮) ચિત્તની સ્થિરતા (૯) એકાગ્રતા (૧૦) વૈયાવચ્ચ (૧૧) શાંતિ (૧૨) સમ્યફદષ્ટિ જીવોને સમાધિ કરનાર દેવોના સ્મરણ માટે.
(ર) કાઉસગ્નના ૧૬ આગાર કાયાના વ્યાપારનો ત્યાગ કરવા રૂપ કાઉસ્સગ્નમાં છૂટ રખાય તે આગાર -
૫૩