________________
પ્રતિક્રમણ ગુરુ મ. સાથે જ કરવાનું હોવાથી, ફક્ત સાંજની પવેયણાની ક્રિયા
કરવી. ૨૭. (સવારે શ્રાવકે પોષહ ગુરુ મ. પાસે લીધેલ હોવાથી તથા પ્રતિક્રમણ,
પડિલેહણના આદેશ ગુરુ મ. પાસે લીધેલ હોવાથી ફક્ત પવેવણાની ક્રિયા
કરવી.) ૨૮. (વસતિ શુદ્ધિમાં મનુષ્ય કે પંચેન્દ્રિયના હાડકા, ફ્લેવર, ઈડા, પરૂ, લોહી
વગેરે નથી ને? તે જોવું. હોય તો તે સંકુલની બહાર કઢાવડાવી, તે જગ્યા
પાણી વડે સાફ કરાવીને પછી જ ક્રિયા કરવી.) ૨૯. સાંજે માંડલા પછી, દેવસી પ્રતિક્રમણ કરવું. ઊભા-ઊભા કરવું. પ્રતિક્રમણ
પછી સ્વાધ્યાય-ધ્યાન વિ. કરવું. ૩૦. સૂર્યાસ્ત પછી ૧ પ્રહર થાય એટલે ગુરુ મ.ની આજ્ઞા લઈને સંથારા પોરિસિ
ભણાવવી. પછી, રાત્રે સંથારાની જગ્યાએ પૂંજી-પ્રમાર્જીને સંથારો-ઉત્તરપટ્ટો પાથરવો. સુતી વખતે કાનમાં રૂના કુંડલ નાંખવા. ઊંઘ ન આવે ત્યાં સુધી નવકાર સ્મરણ, વ્યાખ્યાન વાણી પર ચિંતન કે હાજર ગુરુ મ.માંથી ગમતાં
ગુરુ માનું ધ્યાન કરવું. ૩૧. ગુરુ મ. જે જે દિવસે વાચના આપશે, તેની અગાઉથી જાણ કરાશે. તેથી તે
વખતે અચૂક હાજર રહેવું ફરજિયાત છે. ૩૨. સર્વે વિધિઓ, વિધિપૂર્વક, સમજીને બરાબર કરવી. વિધિનું બહુમાન સાચવવું.
તેનાથી આરાધના શુદ્ધ થાય છે. ૩૩. સૂર્યાસ્ત પછી દંડાસનનો ઉપયોગ કરવો. ૩૪. અષ્ટપ્રવચન માતાનું નિરંતર પાલન કરવું.
ઉપથાનના આ છે અગણિત લાભો ૧. ઉપધાનમાં ૪૭ દિવસ પૌષધ અને એક દિવસના પૌષધની ૩૦ સામાયિક
૪૭૪૩૦=૧૪૧૦ સામાયિક. ૭૨ હજાર અબજ મણ સોનું સાતક્ષેત્રમાં વાપરવાથી જે લાભ મળે તેટલો લાભ ૧ સામાયિકથી પ્રાપ્ત થાય છે. ઉપધાન તપના ૪૭ દિવસના ૧૪૧૦ સામાયિકથી ૧૦ કરોડ અબજ ૧૫ લાખ ૨૦ હજાર અબજ મણ સોનું સાતક્ષેત્રમાં વાપરવાનો લાભ મળે. એક સામાયિક કરનાર પુણ્યાત્મા ૯૨,૫૯,૨૫,૯૨૫ પલ્યોપમ પ્રમાણ દેવલોકના આયુષ્યનો શુભ બંધ કરે તો ૪૭ દિવસના ૧૪૧૦ સામાયિક દ્વારા ૧૩,૦૫,૫૫,૫૫,૫૪, ૨૫0 પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બાંધે છે.
૫ ૨