________________
| ઉપથાન મહત્ત્વ છે नाणं पयासगं सोहओ, तवो संजमो य गुत्तिकरो।
तिण्हंपि समाओगे, मुक्खो जिणसासणे भणिओ॥ સ્વ-પર વસ્તુને પ્રકાશનારું જ્ઞાન, આત્મ-શુદ્ધિને કરનાર તપ અને ગુપ્તિને કરનાર સંયમઃ આ ત્રણેના સમાયોગ(એકીભાવ)માં મોક્ષ છે, એમ જૈનશાસનમાં કહ્યું છે.
समाईयेपोसहसुटिअस्स जीवस्स जाइ जो कालो।
તો સપનો વોદ્ધિવ્યો, સેસો સંસારપન દેવ છે સામાયિક અને પૌષધમાં સુસ્થિત એવા જીવનો જેટલો કાળ પસાર થાય છે, તે સફળ છે; એમ જાણવું. બાકીનો બધો કાળ સંસાર (ભવભ્રમણ) રૂ૫ ફળને આપનાર છે.
एवं कयउवहाणो भवांतरे सुलभबोहिणो होज्जा।
एयज्जवसणे वि हु गोयमा ! आराहगो भणिओ ॥ આ પ્રમાણે જેણે ઉપધાન કર્યા છે, તે વ્યક્તિ ભવાંતરમાં (અન્ય ભવોમાં) સુલભ બોધિ (સુખે જૈન ધર્મને પામનારો) બને છે. ઉપધાન કરતાં કરતાં જ કોઈ મરી જાય તો પણ હે ગૌતમ! તે નક્કી આરાધક છે એમ કહેવામાં આવ્યું છે.
कृत्वा पौषधमक्षतं प्रतिदिनं सामायिकं चादराद्, व्यापारं परिहृत्य बन्धजनकं संपूर्ण शुद्धं तपः । भक्तिं तीर्थपतेविधाय विधिना साध्वादिसङ्के ततो,
धन्यैः शुद्धधनेन सौख्यजनकं स्रग्रोपणं कारितम् ॥ દરરોજ અખંડ પૌષધ અને આદરપૂર્વક સામાયિક કરીને, કર્મબંધ કરાવનાર વ્યાપારનો પરિત્યાગ કરીને, શુદ્ધ તપની પૂર્ણતા કરીને, તીર્થકરની તેમજ સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ શ્રીસંઘની વિધિપૂર્વક ભક્તિ કર્યા બાદ શુદ્ધ ધનથી સુખને આપનાર માળારોપણને ધન્ય જીવોએ કર્યું. (તેની અનુમોદના કરીએ છીએ.)
मुक्तिरमा-वरमाला, सुकृतजलाकर्षणे घटीमाला।
साक्षादिव गुणमाला, माला परिधीयते धन्यैः ॥ મુક્તિરૂપી સ્ત્રીને વરવાને જે વરમાળારૂપ છે, પુણ્યરૂપી જળને ખેંચી લાવવામાં જે અરઘટ્ટ માળારૂપ છે, જે સાક્ષાત ગુણોની માળારૂપ છે, તે (ઉપધાનની) માળા ધન્ય જીવો વડે જ પહેરાય છે.
ઉપથાન એટલે શું? શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાદિ અનુષ્ઠાન કરવા પૂર્વક સદગુરુઓ પાસેથી શ્રી જિનેશ્વર દેવ પ્રણીત સૂત્રના અર્થને તેમજ શ્રી ગણધર રચિત સૂત્રોને વિધિપૂર્વક ગ્રહણ કરવા