________________
હીરપ્રશ્ન
હીરપ્રશ્ન
શ્રુતની આરાધના માટે ઉપધાન કરવાના હોય છે અને ઉપધાન તપના ઉઘાપન-ઉજમણારૂપે માળારોપણ છે.
ન
“કદાચ ગુરુનો યોગ ન મળે તો દસ શ્રાવકે સ્થાપનાચાર્યની સમીપે ઉપધાનની સઘળી વિધિ કરવી. પણ ઉપધાન કરવામાં આળસ ન કરવી.”
અંગચૂલિયા
યોગ(ઉપધાન) વિધિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરે પ્રવેદી, પ્રખ્યાતી સુપ્રજ્ઞપ્તિ છે. એટલે સર્વરૂપે પ્રરૂપેલ કહેલ છે. એવી યોગવિધિને નહિ આચારનારાઓ (એનો વિરોધ કરનારાઓ, એની મશ્કરી કરનારાઓ આદિ) (૧) સૂત્રના શત્રુ બને છે. (૨) અર્થના શત્રુ બને છે. (૩) તદુભયના શત્રુ બને છે. (૪) જિનાજ્ઞાના વિરાધક બને છે. (૫) નિહ્નવ બને છે અને આ રીતે અનંત સંસારી બને છે. ઉપધાનતપ અંગે મહાનિશિથ સૂત્ર
સવાલ : હે ભગવાન ! પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વિનય ઉપધાન અત્યંત દુષ્કર બતાવ્યું છે. તો આવો તપ જીવો કેવી રીતે કરી શકે ?
જવાબ : હે ગૌતમ ! જે કોઈ જીવ આ નિયંત્રણને ન ઇચ્છે, પંચમંગલમહાશ્રુતસ્કંધસૂત્રને (નવકારમંત્રને) ઉપધાન કર્યા વગર ભણે, ભણાવે, ભણનારનું અનુમોદન કરે, તે પ્રિયધર્મી ન હોય, તે દઢધર્મી ન હોય, તે ભક્તિમાન ન હોય. તે સૂત્રની હીલના કરે, અર્થની હીલના કરે, સૂત્રઅર્થ ઉભયની હીલના કરે, તે ગુરૂની હીલના ક૨ે, સૂત્રની યાવત્ ગુરુની હીલના કરના હોય, તે ભૂત-ભવિષ્ય અને વર્તમાન તીર્થંકરોની આશાતના કરે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની હીલના કરનાર બને, તે અનંત અરિહંત સિદ્ધ સાધુઓની હીલના કરનાર બને, તે અનંત સંસારમાં રઝળે, ચોર્યાસી લાખ યોનીમાં દીર્ઘકાળ સુધી ભટકે, અગણિત દુઃખો ભોગવે. તેથી ઉપધાન કર્યા પહેલા જેણે નવકારમંત્ર વિગેરે સૂત્રો ભણી લીધા હોય, તેણે અવસર મળે, વિના વિલંબે, વિધિપૂર્વક અવશ્ય ઉપધાન કરી લેવા જોઈએ. ઉપધાન કર્યા પહેલા બાળક વિગેરેને જે નવકાર વિગેરે ભણાવાય છે તે “જીતઆચાર’’થી ભણાવાય છે. સમજણો થયા બાદ વિના વિલંબે ઉપધાન કરી લેવા જોઈએ.
(તા.ક. આ વાત ઉત્સર્ગથી નિશ્ચયનયનો આશરો કરી જે નાસ્તિક જીવો ઉપધાનનો અપલાપ કરે છે, તેના માટે બતાવવામાં આવી છે.)