SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાનની આવશ્યકતા-મહત્તા બતાવતુ મહાનિશિથ સૂત્ર સવાલ : હે ભગવાન્ ! પંચમંગલ મહાશ્રુતસ્કંધ વિનય ઉપધાન અત્યંત દુષ્કર બતાવ્યું છે. તો આવો તપ જીવો કેવી રીતે કરી શકે ? જવાબ : હે ગૌતમ ! જે કોઇ જીવ આ નિયંત્રણને ના ઇચ્છે, પંચમંગલમહાશ્રુતસ્કંધસૂત્રને (નવકારમંત્રને) ઉપધાન કર્યા વગર ભણે, ભણાવે, ભણનારનું અનુમોદન કરે, તે પ્રિયધર્મી ના હોય, તે દૃઢધર્મી ના હોય, તે ભક્તિમાત્ ના હોય, તે સૂત્રની હીલના કરે, અર્થની હીલના કરે, સૂત્ર–અર્થ ઉભયની હીલના કરે, તે ગુરૂની હીલના કરે, સૂત્રની યાવત્ ગુરુની હીલના કરનાર હોય, તે ભૂત-ભવિષ્ય અને વર્તમાન તીર્થંકરોની આશાતના કરે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની હીલના કરનાર બને, તે અનંત અરિહંત સિદ્ધ સાધુઓની હીલના કરનાર બને, તે અનંત સંસારમાં રઝળે, ચોરાસી લાખ યોનીમાં દીર્ઘ કાળ સુધી.ભટકે, અગણિત દુઃખો ભોગવે. તેથી ઉપધાન કર્યા પહેલા જેણે નવકારમંત્ર વિગેરે સૂત્રો ભણી લીધા હોય, તેણે અવસર મળે, વિના વિલંબે, વિધિપૂર્વક અવશ્ય ઉપધાન કરી લેવા જોઇએ. ઉપધાન કર્યા પહેલા બાળક વિ. ને જે નવકાર વિ. ૨૫
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy