________________
ક. ૧-૨-૪-૬ ટુઠા ઉપધાનવાળાએ નવકારમંત્રની બાંધી ૨૦
નવકારવાળી ગણવી. ૩-૫ મા ઉપધાનવાળાએ લોગસ્સની ત્રણ નવકારવાળી અથવા જીવવિચાર નવતત્ત્વ આદિ પ્રકરણોની ૨૦૦૦ ગાથાનો સ્વાધ્યાય કરવો. ગાથાઓનો સ્વાધ્યાય કરતા પહેલા ઇરિયાવહી કરવી. પુરિમર્કનું પચ્ચ૦ આવેથી સ્થાપનાજી ખુલ્લા રાખી વિધિપૂર્વક પચ્ચ૦ પારવું. નીવી કે આયંબિલ કર્યા પછી ઉઠતાં તિવિહારનું પચ્ચ૦ કરવું. પછી ઇરિ૦ કરી ભગવાન ખુલ્લા રાખી જગચિંતામણીનું ચૈત્યવંદન જયવીરરાય સુધી કરવું પછી સ્વાધ્યાય આદિ કરવો. સાંજે ચાર વાગે પડિલેહણમાં (વાંદણા દીધા વગર સીધા આદેશ માંગવાના) પછી પડિલેહણ-દેવવંદન કરી ગુરુ મહારાજ પાસે આવી સાંજની ક્રિયા કરી ૨૪ માંડલાં કરવા - સ્થંડિલ પડિલેહવાં. પ્રતિક્રમણ કરી, એકપ્રહર રાત્રિ ગયા બાદ સંથારા પોરિસી ભણાવવી, સૂતી વખતે કાનમાં કુંડલ (રૂનાં પૂમડાં) નાખવા. ઉંઘ ન આવે ત્યાં સુધી શુભ ભાવના ભાવવી. મહાપુરુષોના
પવિત્ર ચરિત્રોનું સ્મરણ કરવું. ૧૦. શ્રાવિકાઓએ સવારે તથા સાંજે ક્રિયા વખતે ફરીથી પૌષધ છે
આદિના આદેશો ગુરૂ મહારાજ પાસે માંગવાં. સવારે રાઇઅ કે મુહ૦ ક્રિયા પછી અને સાંજે દેવસીઆ મુહ૦ ક્રિયા પૂર્વે પડિલેહવી.