________________
(ઉપધાનની મહત્તા
ઉપધાન એટલે સાંસારિક જંજાળોમાંથી મુક્ત બની આત્માની નિષ્ટતા પામવાની પ્રક્યિા.
ઉપધાન એટલે યોગોહન.સાધુ મહાત્માઓને અમુક સૂત્ર ભણવા હોય તો યોગ ક્રવા જ પડે, તો જ તેને તે સૂત્ર ભણવાનો અધિકાર મળે.
યોગ માં તપ-જપ-ક્રિયાની સાધના છે.
તપથી તન શુદ્ધ થાય.
જપથી મન શુદ્ધ થાય,
ક્રિયાથી જીવન શુદ્ધ થાય. આ શુદ્ધિ દ્વારા આત્મા નિર્મળ થાય છે. પછી જે સૂત્રો ભણવામાં આવે તે સારી રીતે પરિણમે છે.
સાધુની જેમ શ્રાવક્નો પણ નમસ્કાર મહામંત્ર, ઈરીયાવહી તસ ઉત્તરી, અન્નત્ય, લોગસ્સ, નમુત્થણ, અરિહંત ચેઈયાણ, પુષ્પરવરદીવ, સિદ્ધાણં બુદ્ધાણં, વૈયાવચ્ચગરાણ વિ. સૂત્રો ભણવા માટે યોગ્યતા કેળવવી પડે, તે માટે યોગ ક્રવા પડે.
ઉપધાન રૂ૫ યોગોહન દરેક શ્રાવક-શ્રાવિકાએ ફરજીયાત રવાના હોય છે. તેનાથી સૂત્રશુદ્ધિ-અર્થશુદ્ધિ અને જીવન શુદ્ધિ થાય છે.
ઉપધાન વગર મળેલા સૂત્રો ઉધાર લીધેલા માલ જેવા છે. તે સુપરણિત બનતા નથી.
શાસ્ત્રમાં છ પ્રકારનાં શ્રાવક્તા ઉપધાન બતાવાયા છે. RE E E & Ed Ed Ed B. Ed Ei a Eu a Ed Ed & Ed Ed Ed Eas