________________
સાંજ પડે આખા દિવસની આલોચના યાદ કરી કરીને નોંધ કરી લો...
આવી આવી ક્ષતિઓથી આલોચના આવે...
પ્રતિલેખન ર્યા વગરના વસ્ત્ર પાત્ર ઉપકરણ વાપર્યા.
મુહપત્તિ, ચરવળો એક હાથથી દૂર રહયો, વચ્ચે આડ પડી...
રાત્રે કાનામાં કુંડલ ના નાખ્યા
સ્થાપનાજી પડ્યા.
* વિજાતીયનો સંઘટ્ટો થયો.
કાજામાથી કીડી, મંકોડા, માંક્ડ, મચ્છર, માખી વિ. ક્લેવર
નિક્ળ્યા.
કાજામાથી સચિત્ત દાણા વિ. નિક્ળ્યા.
જમતા જમતા એઠા મોઢે બોલ્યા.
* સચિત્ત, લિલોતરી, નિગોદ, ધન-ધાન્ય, કાચુ પાણી દાણા વિ.
ના સંઘટ્ટા થયા.
દિવસે ઉંધ્યા.
♦ કામળી કાળમાં કામળી વગર બહાર ગયા.
* દંડાસણ લીધા વગર રાત્રે ચાલ્યા.
વાડામાં સ્થંડિલ ગયા.
* પ્રતિક્રમણ બેઠા બેઠા કર્યું.