________________
વીર રામમૂર્તિ ચકાસી જોયાં હતાં. એમને આપણા દેશની પુરાણી પદ્ધતિ જ શ્રેષ્ઠ લાગી હતી. તેઓ તો કહેતા કે આપણા વ્યાયામનું સુધરેલું સ્વરૂપ જ પશ્ચિમના વ્યાયામમાં જોવા મળે છે. યુરોપ કરતાં આપણા દેશની કળા કોઈ રીતે ઊતરતી નથી એટલું જ નહીં પણ કેટલીક બાબતમાં તો આપણી વ્યાયામ-પ્રણાલિ વધુ ચડિયાતી છે.
રામમૂર્તિ મજબૂત શરીર કરતાં નીરોગી શરીરને વધુ મહત્ત્વ આપતા. એમને યોગનાં આસનોમાં તો અપાર શ્રદ્ધા હતી. દંડ, બેઠક, દોડવાની અને તરવાની કસરત તો સહુ કોઈને માટે જરૂરી લેખતા. સ્વાથ્ય જાળવવા માટે એમણે કેટલીક ખાસ કસરતોની હિમાયત કરી હતી. આહારમાં તેઓ રોજના ભોજન ઉપરાંત ખૂબ ચાવવાનું કહેતા હતા.
તાકાતવાન રામમૂર્તિનો પોતાનો ખોરાક ઘણો વિશિષ્ટ હતો. સામાન્ય રીતે શાકાહારી હોય તેવો કોઈ પણ શક્તિશાળી માનવી પોતાની તાકાત જમાવવા માટે દૂધનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતો હોય છે જ્યારે રામમૂર્તિને દૂધ સહેજે પસંદ નહોતું. એમના જીવનમાં એમણે ભાગ્યે જ દૂધ પીધું હતું.
દૂધ તરફ એમને જેટલી નફરત એટલો જ દહીં તરફ