________________
૨૪
વીર રામમૂર્તિ
આત્મબળના એમના અપૂર્વ પ્રયોગોએ રામમૂર્તિને લોકમાનસમાં અદ્વિતીય સ્થાન અપાવ્યું હતું. બળની વાત થાય ત્યારે રામમૂર્તિનું નામ યાદ આવ્યા વિના રહે જ નહીં.
એક વાર બહેરામપુરામાં રામમૂર્તિ પોતાનું સરકસ લઈને ગયા હતા. ગામને પાદર સરકસના ડેરાતંબુ તણાયા હતા. નિત્ય કાર્યોમાં સહુ મશગુલ હતા. રામમૂર્તિ સંધ્યાં કરી રહ્યા હતા. એવામાં એક લોખંડનું પાંજરું વાઘની ભયાનક ગર્જના સાથે ધણધણી ઊઠ્યું... સરકસનો સૌથી ભયાનક વાઘ કોઈની ભૂલથી પાંજરામાંથી બહાર નીકળી ગયો. છલાંગ મારીને એ સરકસના મેદાન પર આવ્યો.
ચોતરફ હોહા થઈ ગઈ. વાઘ આસપાસનાં પશુઓ પર તૂટી પડયો. રોજ તો આપેલો ખોરાક ખાવો પડતો, આજ એને નિરાંતે શિકારની મોજ મળી. થોડી વારમાં તો ચાર-પાંચ બકરાંને મારી નાખ્યાં.
આખાય સરકસમાં કાગારોળ મચી ગઈ. ઠેર-ઠેરથી કારમી ચીસ ઊઠવા લાગી. વીજળીની ચાબુક, તીક્ષ્ણ ભાલા કે બંદૂક શોધવાનો સમય નહોતો. સહુ કોઈ મોતના ભયથી બેબાકળા બનીને નાસતા હતા.
રામમૂર્તિ જાનવરો તરફ ભારે દયાળુ હતા. જંગલી પ્રાણીઓને કદી ભૂખે મારતા નહીં, એમને પેટ ભરીને
ખવડાવતા.