SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વીર રામમૂર્તિ ૨૧ માર્ગમાં અવરોધ ઊભા કરવા માંડ્યા. અંગ્રેજ સરકારને એમ હતું કે કાળી ચામડીવાળા ગોરી ચામડીવાળા કરતાં દરેક રીતે ઊતરતા હોય છે અને તેમણે ઊતરતા રહેવું જોઈએ. રામમૂર્તિ નિર્ભય વીર હતા. એમની નસેનસમાં ભારતભૂમિનું ગૌરવ વહેતું હતું. એ સમયે દેશાભિમાન એ અપરાધ માનવામાં આવતો; આથી અંગ્રેજ સરકાર એમને અવારનવાર નજીવા કારણસર ખૂબ પજવતી રહેતી. એક વાર લાહોરમાં એમના ખેલ ચાલુ હતા અને સ૨કારે માત્ર ચોવીસ કલાકમાં જ પંજાબ છોડી જવાનો હુકમ કર્યો. ભારે મોટી મુશ્કેલી ઊભી થઈ. આ સમયે પં. માલવીયજી અને લાલા હંસરાજ જેવા નેતાઓએ વિરોધ કર્યો. એમના પ્રયત્નોને પરિણામે લૉર્ડ મિન્ટોએ એ હુકમનો અમલ અટકાવ્યો હતો. રામમૂર્તિ સરકારની વિરુદ્ધ લોકોને ઉશ્કેરે છે એમ કહીને એમને સરહદના પ્રદેશમાં જતા અટકાવવામાં આવ્યા હતા. ઇંગ્લૅન્ડમાં અંગબળના અદ્ભુત પ્રયોગો બતાવ્યા પછી રામમૂર્તિએ ત્યાંથી ઓસ્ટ્રેલિયા જવાની પરવાનગી માગી. અંગ્રેજ સરકારે સો માણસોને બદલે પચીસ માણસોની જ પરવાનગી આપી. આથીય વિશેષ તો રામમૂર્તિ જ્યાં-જ્યાં ખેલ કરવા જતા ત્યાંના મુસલમાનોને છૂપી પોલિસ ખાતું એમની વિરુદ્ધમાં ઉશ્કેર્યા જ કરતું પરંતુ ઉશ્કેરાયેલા મુસલમાનોને
SR No.032348
Book TitleVeer Rammurti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBalbharti Trust
Publication Year1999
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy