________________
વીર રામમૂર્તિ
(૧૧) એક વાર સ્વપ્નમાં કુસ્તી ચાલતી હતી અને તેમાં એવી બગલી લીધી કે કૂદીને પોતાના ખાટલામાંથી બીજાના ખાટલામાં! ચારે કોર બુમરાણ મચી ગઈ. ઘરના માણસોને લાગ્યું કે રામમૂર્તિને કંઈ વળગાડ લાગુ પડ્યો છે. ભૂવાને પણ બોલાવ્યો. આખરે રામમૂર્તિએ પોતાને લાગેલા શરીરવિકાસના વળગાડની વાત કરી ત્યારે સહુનાં મન હેઠાં બેઠાં. એ પછી તો આ જુવાન અખાડામાં જ રહેવા અને સૂવા લાગ્યો.
ટૂંક સમયમાં તો એ દમિયલ છોકરાએ, કાચંડો રંગ બદલે એમ શરીરનો રંગ બદલી નાખ્યો. ક્યારેક હનુમાનજી સામે ઊભો રહી કૂદકા મારે, કયારેક ભીમની જેમ હોંકારા કરતો ગદા ફેરવે. મા બાળકનું આ પરિવર્તન જોઈ રહી. એની ખાંસી ચાલી ગઈ, શરદી ભુલાઈ ગઈ, કફ કે તાવ તો બિચારા એની પાસે ફરકતા જ નહીં. હવે તો એ ચાલે ત્યારે પૃથ્વી ધમધમે !
સહુનો અળખામણો દમિયેલ બાળક પાંચ વર્ષમાં તો વીર રામમૂર્તિ તરીકે ઓળખાવા લાગ્યો. ક્યાં પેલો દમિયલ બાળક અને કયાં અજબ શરીરબળ ધરાવતો રામમૂર્તિ !
પાંચ વર્ષના સખત પરિશ્રમ પછી સોળ જ વર્ષની ઉમરે એ એટલો જોરાવર બન્યો કે નાળિયેરના ઝાડને એ જોરથી ખભો મારે અને ઉપરથી ટપોટપ બે-ત્રણ નાળિયેર તૂટી પડે (જુઓ ચિત્ર પાનાં નં. ૧૨) તમન્ના