________________
૭૦
| પત્રકાર : એક વિધાયક પરિબળ
સાહિત્યિક ગુણવત્તા માટે વિખ્યાત હતું. આજે ગુજરાત-મુંબઈમાંથી સાપ્તાહિકો ઘણાં પ્રગટ થાય છે ને એનો ઉપાડ ગરમ ભજિયાંની જેમ થતો રહે છે, પણ એમાંનું કોઈ પ્રજાબંધુ' કે “ગુજરાતી'ની કક્ષાને આંબવાનું સ્વપ્ન પણ એવી શકે એમ છે ખરું ? પ્રજાબંધુ', “સંદેશ” વગેરેના સાહિત્યસમૃદ્ધ દીપોત્સવી આજે પણ સ્મૃતિમાંથી વિલાયા નથી. સ્વ. કંચનલાલ મામાવાળાના સંપાદન હેઠળ સૂરતના “ગુજરાતમિત્ર' પ્રગટ કરેલા દીપોત્સવી અંકોએ જુદી જ ભાત પડી હતી. આજે દિવાળી પર્વે ગુજરાતનાં મુખ્ય અખબારો દળદાર પૂર્તિઓ કરે છે ખરાં અને એમાં મોટે ભાગે હોય છે જાહેરખબરોના રાફડા વચ્ચે પથરાયેલાં રાશિવાર વાર્ષિક ભવિષ્ય !
એમ લાગે છે, કે આજથી કેટલાક દાયકાઓ પૂર્વે પત્રકારત્વ અને સાહિત્યકલા વચ્ચે જે અને જેટલી નિકટતા હતી એ આજે ખૂબ ઘટી ગઈ છે.
સાહિત્યની વાત જવા દઈએ અને અન્ય કલાઓ તથા જીવનની બીજી સંસ્કારવિદ્યાઓનો વિચાર કરીએ તો આપણાં પત્રોમાં એ બધું એકંદરે કેવું અસ્પૃશ્ય રહ્યું છે ! ચિત્રકલા, પુરાતત્ત્વ, શિલ્પ, નૃત્ય, રંગભૂમિ, પ્રાયોગિક ચલચિત્રનિર્માણ, પશુપંખીશાસ્ત્ર, આકાશદર્શન, છબીકલા, પરિભ્રમણ-પ્રવૃત્તિ, હસ્તકલા-કારીગરી, લોકજીવનના અનેક અંશો અને આવિષ્કારો, ઇત્યાદિ આપણાં અખબારો દ્વારા મહદ્ અંશે ઉપેક્ષિત રહ્યાં છે. પત્રોનું આ વલણ એ એ ક્ષેત્રોના અને પ્રજાના સાંસ્કૃતિક વિકાસમાં સહાયરૂપ નથી જ નીવડી રહ્યું. એનાં ભવિષ્ય કેવાં માઠાં, કપરાં પરિણામો આવશે એના અણસાર અત્યારથી જ દૃષ્ટિગોચર થવા માંડ્યા છે. આપણી પ્રજા વધારે ને વધારે એકાંગી બનતી જાય છે, એનું વિચારદારિદ્રય ઉઘાડું પડતું જાય છે, એનાં રસરુચિ ચલચિત્રોની ઉપરછલ્લી ને કૃત્રિમ સૃષ્ટિથી આગળ વધતાં નથી.
એમ લાગે છે, કે આપણાં વર્તમાનપત્રોની કચેરીઓમાં મુ. બચુભાઈ રાવતની એક એક લઘુ આવૃત્તિ હોવી જ જોઈએ. ક્યાંક ક્યાંક હશે પણ ખરી, પરંતુ એમને કામ કરવાની મોકળાશ, સ્વતંત્રતાયે આપવી જોઈએ. એક બચુભાઈએ એક નાનકડા સામયિક દ્વારા ગુજરાતની પેઢીઓ સુધી સંસ્કાર-પ્રસારનું જેવું ને જેટલું કામ કર્યું છે એવું કામ કર્યાનો દાવો આપણું આજનું કોઈ વર્તમાનપત્ર કરી શકે એમ છે ખરું ?
એ સાચું છે કે દૈનિક પત્રોનું પ્રથમ કર્તવ્ય સમાચારો આપવાનું અને વૃત્તવિવેચનનું છે, પણ એ મર્યાદાને જ્યારે આપણે પોતે જ વળોટી ચૂક્યા છીએ અને વાચનવૈવિધ્ય સુધ્ધાં પીરસવાની જવાબદારી સ્વીકારી છે ત્યારે વિવિધ સાંસ્કૃતિક વિદ્યાઓની ગતિવિધિથી વાચકોને અંધારામાં રાખવાની ભૂલ આપણે ન કરી શકીએ.
આપણું પ્રજાજીવન ચિંતાજનક લક્ષણો બતાવી રહ્યું છે. એક તરફ એના પર કાદવિયા રાજકારણના જાડા થર બાઝયા છે. બીજી તરફ રેઢિયાળ ચલચિત્રોના અતિરેકની ભ્રષ્ટ અસરો વર્તાય છે. ત્રીજી તરફ કૃતક ધાર્મિકતા-આધ્યાત્મિકતાનો