________________
૭૪
] પત્રકાર : એક વિધાયક પરિબળ
ચિત્ર કંઈક સારું છે કે નહીં એ જાણવા માટે પ્રેક્ષકોને કોઈ ગુજરાતી અખબાર પાસે તો ઠીક, ગુજરાતી ફિલ્મવિષયેક સાપ્તાહિક પાસે પણ નહીં, પરંતુ અમદાવાદમાંથી પ્રગટ થતા એક અંગ્રેજી અખબાર પાસે જવું પડે એવી સ્થિતિ છે ! એ અખબાર અતિ સામાન્ય ગુજરાતી ચિત્રની સમીક્ષા પણ ધાર્મિક નિયમિતતાથી પ્રગટ કરે છે એ માટે એનો આભાર માનીએ, પરંતુ જે વર્ગ ગુજરાતી ચિત્રો જુએ છે એ આ અંગ્રેજી અખબાર સુધી પહોંચી શકતો નથી !
બીજું એક ઉદાહરણ લઈએ.
ગુજરાતમાં ‘આકાશવાણી'નાં ત્રણ કેન્દ્રો છે : અમદાવાદ-વડોદરા, રાજકોટ અને ભૂજ. અને હવે સૂરત, ગોધરા, આહવા અને દમણનાં એફ. એમ. ઍન્ડ કેન્દ્રો. આ ઉપરાંત મુંબઈ કેન્દ્રના ગુજરાતી કાર્યક્રમો પણ ગુજરાતમાં સાંભળી શકાય છે. આ કેન્દ્રોના કાર્યક્રમોની સમીક્ષા પ્રગટ કરવાનું કર્તવ્ય મુંબઈના ગુજરાતી અખબારો તો નિભાવે છે, પરંતુ ગુજરાતમાંથી પ્રગટ થતાં ગુજરાતી અખબારો, માત્ર એક અપવાદને બાદ કરતાં, ‘આકાશવાણી'નાં આ કેન્દ્રોની પ્રવૃત્તિઓની સદંતર ઉપેક્ષા જ કરે છે ! જે કાર્યક્રમો લેખાં લોકો સાંભળે છે એના સારા-નરસા અંશોની સમીક્ષા કરી Listners' interestને સંકોરવાની તથા એ કાર્યક્રમોની કક્ષા વિષે રચનાત્મક સૂચનો કરવાની અખબારોની ફરજ ન ગણાય શું?
એમ તો ગુજરાતમાં પીજનું ટેલિવિઝન કેન્દ્ર પણ છે, જેનું કામકાજ અમદાવાદમાં ચાલે છે, પરંતુ એ કેન્દ્રના કાર્યક્રમો વિષે, એની કક્ષા વિષે, મેં ક્યારેય ગુજરાતના કોઈ અખબારમાં કાંઈ વાંચ્યું હોય એમ યાદ નથી. હવે તો થોડાક સમયમાં અમદાવાદને પૂર્ણ દરજ્જાનું ટી.વી. કેન્દ્ર પણ મળનાર છે. એ કેન્દ્રની કામગીરીનીયે શું આપણાં વૃત્તપત્રો આ જ રીતે ઉપેક્ષા કરશે ? છેલ્લાં દસ વર્ષમાં દેશભરમાં ટેલિવિઝનચેનલોનો અને એમાં લોકોના રસનો બેહદ વિસ્તાર થયો છે. અખબારોમાં એને વિશે અઢળક સામગ્રી છપાય છે, પણ એનો હેતુ સાંસ્કૃતિક નથી. ગૉસિપ-લેખનનો વિશેષ
આકાશવાણી'ના દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી ભાષામાં વંચાતા સમાચારોની ભાષા, ઉચ્ચાર, સ્વરભાર વગેરેના સ્તર વિષે આપણાં વર્તમાનપત્રોએ ક્યારેય ચિંતા વ્યક્ત કરી છે ખરી ?
થોડાક સમય પહેલાં દ્વારિકામાંથી એક આખું પુરાતન મંદિર ઉત્પનન દ્વારા શોધી કાઢવાની વિરલ કામગીરી રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ બજાવી હતી, પરંતુ એ ઘટનાને લગતો પ્રથમ વિગતવાર સચિત્ર અહેવાલ કોઈ ગુજરાતી પત્રે નહીં પણ અમદાવાદમાંથી પ્રગટ થતા એક અંગ્રેજીભાષી અખબારે આપ્યો હતો એનીયે દુ:ખ સહિત નોંધ લેવી રહી.