________________
તંત્રીલેખો
| પ૭
એક અગ્રલેખ માટે લોકમાન્ય પર ખટલો ચાલ્યો ને એઓ સજા પામી કારાવાસમાં ગયા. ખટલો ચલાવતા ન્યાયમૂર્તિ પણ જાણતા હતા કે પ્રસ્તુત અગ્રલેખ લખાયો એ વેળા લોકમાન્ય પ્રવાસમાં હતા ને અગ્રલેખ કાકાસાહેબે લખ્યો હતો..
લોકમાન્યને સમજાવવામાં આવ્યું હતું કે તમે માત્ર એટલું જ કહો કે તમે એ લેખ લખાયો ત્યારે પ્રવાસમાં હતા. એટલે આપોઆપ સાબિત થાય કે એ અગ્રલેખ તમારો – લોકમાન્યનો લખેલો નથી. લોકમાન્ય એવું કહે તો એઓ સામે કામ ન ચલાવાય એવા સંજોગો હતા. પણ લોકમાન્ય એવા આદર્શ પત્રકાર હતા કે પોતાની જવાબદારી જતી કરવાને એઓ ક્યારેય તૈયાર ન થાય. તેઓએ સ્પષ્ટ કહ્યું : જાહેર પ્રવૃત્તિને અંગે મારે તો અવારનવાર બહાર જવું પડે. ને મારું કામ મારા સહકાર્યકરોએ કરવું પડે એ સંજોગોમાં સહકાર્યકરોએ જે કંઈ કર્યું હોય એની સંપૂર્ણ જવાબદારી મારી જ હોય એને હું ન સ્વીકારું તો મારા સાથીઓ પ્રત્યે હું બેવફા નીવડ્યો એમ કહેવાય.’ આમ લોકમાન્ય હસતે મોઢે એ લેખની જવાબદારી સ્વીકારીને વર્ષોનો કારાવાસ ભોગવ્યો. એ કારાવાસે આપણને ગીતા ઉપરનું એક અનોખું ભાષ્ય લોકમાન્ય દ્વારા સુલભ કરી આપ્યું એ જાણીતી વાત છે.
અગ્રલેખ-લેખનની જવાબદારી અદા કરતાં મારા લખાણ માટે અમારા તંત્રી શ્રી સોરાબજી કાપડિયાને ગુંડાઓના હુમલાનો ભોગ થવું પડ્યું હતું ને એને અંગે મને ખૂબ શરમ ઊપજી હતી. વહોરાઓના સુધારક વર્ગને સ્વ. સોરાબજીનો શરૂઆતથી જ સાથ હતો અને એઓ અવારનવાર વડા મુલ્લાંજીના આપખુદ વર્તન સામે “સમાચારમાં ઝુંબેશ પણ ચલાવતા. સુધારક વહોરાઓએ પોતાની પરિષદ ભરી દીધી હતી ને એમાં કેટલાક સુધારાના ઠરાવો કર્યા હતા. એ બધી સામગ્રી આપીને શેઠ સોરાબજીએ મને અગ્રલેખ લખવાનું સૂચન કર્યું ને બધી સામગ્રીનો અભ્યાસ કરી, એનો યથાયોગ્ય ઉપયોગ કરીને, મેં અગ્રલેખ લખ્યો : “યુગધર્મને પિછાનો, વડા મુલ્લાંજી !' એમાં સુધારક વહોરાઓની માગણીઓ સ્વીકારવાની સમર્થ દલીલો કરવામાં આવી હતી. આ અગ્રલેખ પ્રગટ થયો અને એ જ દિવસે હજી હું “સમાચાર' કાર્યાલયમાં પહોંચે એ પહેલાં તો ઠેર ઠેર “સમાચાર'નો બહિષ્કાર કરો'નાં પોસ્ટરો જુનવાણી વહોરાઓ દ્વારા ચોંટાડાયેલાં નજરે પડ્યાં ને “સમાચાર' કાર્યાલયથી થોડેક દૂર એ દિવસના સમાચારની હોળી પણ થતી જોઈ.
હું મૂંગો મૂંગો કાર્યાલયમાં જઈને મારા સ્થાને બેસી ગયો. શેઠ સોરાબજી પણ થોડા સમયે આવી પહોંચ્યા. ને એઓ હજી એમની ખુરસી પર સ્થાન લે એ પહેલાં તો તોફાની વહોરાઓનું ટોળું કાર્યાલયમાં ધસી આવ્યું. થોડીક આમતેમ ભાંગફોડ કરી અને ટોળામાંથી થોડાક તોફાનીઓ સોરાબજી પર ધસી જઈને એઓને મુક્કા મારવા