________________
૫૪ ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
* ‘વંદેમાતરમ્'માં હતો ત્યારે અગ્રલેખો સંબંધમાં સામળદાસભાઈ કરવા જેવું હોય તો ખાસ સૂચન પણ કરતા. એક સૂચન એમણે બહુ આગ્રહપૂર્વક કર્યું હતું અને એ એમની ઝડઝમક ભરેલી આગ ઝરતી તેજીલી ભાષાનું અનુકરણ ન કરવાનું હતું. “એથી તમારું વ્યક્તિત્વ અગ્રલેખોમાં ઊપસતું અટકી જશે.' એવું એમનું સ્પષ્ટ કથન હતું. એટલે એ મેં ખાસ અપનાવ્યું હતું અને પરિણામે મારા અગ્રલેખોની ભાષા સાદી, સરળ અને સચોટ ભાષા-કથન ધરાવતી હતી.
આ પણ અગ્રલેખની જ વાત છે. દેશભરમાં આઝાદીની રોશની પ્રકટી ચૂકી હતી ને કૉંગ્રેસના હાથમાં શાસનનો દોર આવી ગયો હતો. એ સંજોગોમાં કામદારોમાં અસંતોષ હોય અને એઓને ઉશ્કેરવાના પ્રયાસો પણ થતા રહે તોપણ એનો સામનો શાંતિથી, સમજાવટથી થવો જોઈએ. એને બદલે મુંબઈમાં કામદારોનાં તોફાની ટોળાં પર ગોળીબાર થયો. કોંગ્રેસી શાસનમાં આવો ગોળીબાર મને અયોગ્ય લાગ્યો. સામળદાસભાઈ જૂનાગઢ જતાં ‘વંદેમાતરમ્'નો તમામ તંત્રભાર મારે માથે આવ્યો હતો. એમાં થોડીક હળવાશ રહે એ સારુ અગ્રલેખ લખવાનું કામ મારા સાથી સ્વ. શ્રી રતિલાલ મહેતાને સોંપ્યું હતું. ગોળીબાર થયો એ દિવસનો અગ્રલેખ લખાઈ ગયો હતો. પણ મને લાગ્યું કે કોંગ્રેસી શાસનમાં પ્રજા પર, એના કોઈ પણ વર્ગ પર, ગોળીબાર થાય એ ઠીક નહીં. એટલે મેં તંત્રી સ્થાનેથી' એક નાનો અગ્રલેખ લખીને પહેલે પાને છાપ્યો. એમાં કામદારો સાથે દમદાટીથી નહીં પણ સમજાવટથી કામ લેવાનો અનુરોધ કર્યો હતો. અલબત્ત મેં કામદારોનાં તોફાનનો વિરોધ કર્યો પણ સાથોસાથ ગોળીબારનો પણ સખ્ત વિરોધ કરી એ ટાળવાનો આગ્રહ કર્યો હતો.
| ‘વંદેમાતરમ્' કૉંગ્રેસનું અખબાર ગણાતું હોઈ, એમાં કોંગ્રેસી શાસનનો વિરોધ ન થઈ શકે એવો વિરોધ મારી સમક્ષ આ મિત્રવર્તુળ વ્યક્ત કર્યો. કૉંગ્રેસમાં આપણું સારું નહીં દેખાય એવી દલીલ પણ કરી. પણ હું ગોળીબાર ટાળવો જ જોઈએ એ વિચારમાં મક્કમ હતો. એટલે મેં એના વિરોધની કશી ગંભીર નોંધ ન લીધી. થોડા દિવસમાં કોઈ કામસર શ્રી સામળદાસભાઈ મુંબઈ આવ્યા. એઓ સમક્ષ આ બાબત ફરિયાદ થઈ. પણ એઓએ મારો પક્ષ લઈ, યજ્ઞેશે વિરોધ કર્યો એમાં કશું ખોટું નથી કર્યું,' એમ સ્પષ્ટ જણાવ્યું. આજે કોંગ્રેસી ને પ્રજાનાં શાસન દરમ્યાન, પ્રજા પર થઈ રહેલા ગોળીબારોની કુલ સંખ્યા બ્રિટિશ શાસનકાળના ગોળીબારોની સંખ્યાનો મુકાબલો કરે એટલી કે એથી પણ વધુ થવા જાય છે. અથવા કહો કે થઈ ચૂકી છે. એ આપણા સૌની ચિંતાનો વિષય નથી ?
સામળદાસભાઈના આકસ્મિક અવસાન પછીથી ‘વંદેમાતરમ્ની સ્થિતિ ડામાડોળ થવા લાગી હતી, એ વેળા ઘાટકોપરમાં રહેતા એક પીઢ પત્રકાર સાથે અગ્રલેખ લખવાની ગોઠવણ થઈ હતી. એક વાર ત્યાંથી અગ્રલેખ લખાઈને આવ્યો એના કંપોઝ