________________
ગુજરાતી અખબારોમાં કટાક્ષ-કવિતા
|
૫૧
આમ વાચક અને ઉત્તમ કવિતા વચ્ચે સેતુરૂપ બને છે અને ઉત્તમ કવિતા માટેનો વાચકવર્ગ તૈયાર કરી આપે છે. •
પ્રિય છે વાચક ! ઝીલો હોસ્ટ કેરાં ફૂલ. નર્મમર્મ માણી થાજો મનથી પ્રફુલ્લ. હસે એનો વિશ્વમહીં વિજય નિશ્ચિત, સર્વ સંકટોને સ્મિત કરે પરાજિત.”
ઓ લોકો, તમે એમ ન જાણશો કે હું ડાંડિયો ડમ ડમ ડમ ડાંડી પીટી જ જાણું છું—શૈયતને જુલમીઓના જુલમમાંથી બચાવવાને, લુચ્ચાની ટોળી વિખેરી નાખવાને, તમારામાંથી અજ્ઞાન, વહેમ ને અનીતિ કાઢી નાખવાને, દેશનું ભલું થાય તેમ કરવાને હું થોડો ઘણો લાયક છઉં. મેં તરેહ તરેહવાર આદમીઓ જોયા છે – પંડિત સાથે, મૂરખ સાથે, નીતિમાન સાથે, અનીતિમાન સાથે, ભલા અને ડાંડડાંડગા-ડાંડિયા લોકો સાથે મારે ઝાઝો પ્રસંગ પડ્યો છે – પૈસાદાર અને ગરીબનાં ઘરોમાં ફરી વળ્યો છઉં – ગાડી, ઘોડે બેઠો છઉં ને જંગલોમાં ચાલ્યો છઉં – સાહેબી ને વેઠ કરી છે - મતલબ કે મેં દુનિયાને સારી પેઠે ઓળખી છે. હું ડાંડિયાના ભેદપ્રપંચો જાણું છઉં - (ડાંડિયાપણું કર્યું નથી) માટે ડાંડિયાઓની વાત હું બહાર કાઢીશ અને તે ઉપરથી તેઓ મને ડાંડિયો કહેશે, માટે હું મારી મેળે પહેલેથી જ ડાંડિયો છઉં એમ કહું છું –ખબરદાર
– નર્મદ