________________
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ
લાગ્યાં. છેલ્લાં દસેક વર્ષમાં રાજકારણીઓનો આ પ્રભાવ વધ્યો છે. કટોકટીના અરસામાં આ પ્રભાવ તદ્દન સપાટી ઉપર ઊપસી આવ્યો અને પક્ષોની અસંરની રેખા બિલકુલ સાફ દેખાવા લાગી. આ બધાં પરિબળોને લીધે ગુણાત્મક રીતે અખબારોને સહન કરવું પડ્યું છે. પત્રકારનું તાટસ્થ્ય જોખમાયું છે અને એટલે અંશે પત્રકારત્વની વિશ્વસનીયતા ઘટી છે. અનુભવે દર્શાવ્યું છે કે આપણું પત્રકારત્વ એના સ્વાતંત્ર્ય ઉપર તરાપ આવે છે જ્યારે એનો અસરકારક સામનો નથી કરી શકતું અને એને આઝાદી મળે છે ત્યારે પચાવી નથી શકતું. ગુજરાતી પત્રકારત્વને આ વિશેષ લાગુ પડે છે.
આજના ગુજરાતી પત્રકારત્વની સૌથી મોટી ઊણપ એ છે કે આપણી પાસે સંપૂર્ણ કહી શકાય એવું એક પણ દૈનિક કે સામયિક નથી. બે-ત્રણ ગુજરાતી દૈનિકો વાંચી નાખ્યા પછી પણ આપણે સંતોષ અનુભવી શકતા નથી અને એકાદ અંગ્રેજી છાપું હાથમાં લેવું જ પડે. આ કોઈ સુખદ સ્થિતિ નથી. ગુજરાતી અખબારો સમાચાર અને ફીચરની બાબતમાં સમતુલા જાળવી શકતાં નથી. અમદાવાદનાં અખબારો સમાચા૨ને ભોગે લેખોને ચમકાવે છે અને રાજકોટનાં અખબારો આ બંનેની વચ્ચે સમતુલા જાળવવાનો થોડો પ્રયત્ન કરે છે. આંત૨૨ાષ્ટ્રીય સમાચારોનું પ્રમાણ ગુજરાતી અખબારોમાં ઘણું અપૂરતું હોય છે એવી સામાન્ય ફરિયાદ છે. સર્વેક્ષણ ઉપરથી જણાયું છે કે મુંબઈનાં દૈનિકો ચારથી સાત ટકા આંત૨૨ાષ્ટ્રીય સમાચારો છાપે છે, ત્યારે અમદાવાદ અને રાજકોટનાં દૈનિકો માંડ દોઢથી બે ટકા જગ્યા આંત૨રાષ્ટ્રીય સમાચારો માટે ફાળવે છે. અમદાવાદનાં મોટો ફેલાવો ધરાવતાં દૈનિકો તંત્રીલેખ માટે સરેરાશ ફક્ત ૫૦ સેન્ટિમીટર જગ્યા ફાળવે છે.
૩ ૪૧
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વની સમીક્ષા કરતી વખતે સામયિકોનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. અગાઉ નિર્દેશ કર્યો છે એમ, આજે માહિતીપ્રદ અને ઉત્તેજક લખાણ પીરસતાં સાપ્તાહિકોની સંખ્યા અને ફેલાવો ખૂબ વધ્યાં છે, અને એનું મુદ્રણ અદ્યતન ઑફર્સટ પદ્ધતિ ઉપર થવા માંડ્યું છે. મુખપૃષ્ઠ બહુરંગી જોવા મળે છે, એમ અંદર પણ બહુરંગી તસવીરો છપાય છે. આવાં બે ગુજરાતી સાપ્તાહિકોનો ફેલાવો એક લાખ નકલથી ઉપર ગયો છે. બીજી તરફ શિષ્ટ અને સંસ્કારઘડતર કરે તથા સાહિત્યિક, સાંસ્કૃતિક પ્રકારની સામગ્રી પીરસે એવાં સામયિકોનો ફેલાવો દૈનિકોના ફેલાવાની સાથે વધવો જોઈએ, એના બદલે ખૂબ ઘટ્યો છે: ‘મિલાપેં' બંધ પડ્યું ત્યારે
આ પરિસ્થિતિની એકાએક આઘાત સાથે જાણ થયેલી, પણ આજે પણ શિષ્ટ સામયિકોના ફેલાવામાં થઈ રહેલા ઘટાડાની પ્રક્રિયા ચાલુ જ છે. આ સ્થિતિ ખૂબ શોચનીય છે. આ પ્રક્રિયા દેશવ્યાપી કે વિશ્વવ્યાપી છે એમ કહીને આશ્વાસન લઈ શકાય એમ નથી. મરાઠી અને મલયાલમ ભાષાઓમાં આવાં સામયિકો આજે પણ ગર્વભેર ટકી રહ્યાં છે.