________________
સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ
- a બળવંતભાઈ શાહ
લગભગ ૧૭૫ વર્ષના ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાંથી સ્વતંત્રતાનાં ૫૦ વર્ષ બાદ કરીએ તો સ્વાતંત્ર્ય પૂર્વેના ગુજરાતી પત્રકારત્વનો આશરે સવાસો વર્ષનો ઇતિહાસ એના ઉભવ, ઘડતર, વિકાસ અને વિસ્તારનો છે. સો શરદ જીવેલા દેશભરના કુલ ૧૯ પત્રોમાંથી ચાર ગુજરાતી પત્રો છે એ એની ગૌરવવંતી સિદ્ધિ છે. એ ચાર પત્રો એ (૧) “મુંબઈ સમાચાર', (૨) “જામે જમશેદ', (૩) ખેડા વર્તમાન” અને (૪) “ગુજરાત મિત્ર અને ગુજરાત દર્પણ'. આજે પણ આઝાદી પૂર્વે જન્મેલાં અને અર્ધી સદી વટાવી ચૂક્તાં માતબર ગુજરાતી દૈનિકોમાં અમદાવાદનાં “સંદેશ” અને ગુજરાત સમાચાર', સૌરાષ્ટ્રના ફૂલછાબ' વગેરેનો સમાવેશ થાય છે.
સવાસો વર્ષમાં નીકળેલાં બધાં પત્રોનો ઉલ્લેખ કરી એની ચર્ચા કરવી અશક્ય છે, તેથી આ ગાળા દરમ્યાન પત્રકારત્વના ઇતિહાસમાં જે વ્યક્તિઓ, પત્રો અને પરિબળોએ ઉલ્લેખનીય ફાળો આપ્યો એની નોંધ લઈ એ ગાળાના પત્રકારત્વનાં કેટલાંક સામાન્ય લક્ષણોની ચર્ચા કરીશું. ૧૯૪૬ના માર્ચની ૩૧મીએ મુંબઈ ઇલાકામાંથી ગુજરાતી ભાષાનાં ૨૯ દૈનિકો, ૭૮ સાપ્તાહિકો અને ૧૨ પખવાડિકો સહિત કુલ ૧૧૯ જેટલાં પત્રો નીકળતાં હતાં. સ્વતંત્ર ભારતમાં એમની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ છે. (૧) ગુજરાતી સાહિત્ય, સંસ્કૃતિ અને પત્રકારત્વમાં અલબેલી નગરી મુંબઈ . અને પારસીઓનો નોંધપાત્ર ફાળો છે. ગુજરાતનું પ્રથમ પત્ર ગુજરાતમાંથી નહીં, પરંતુ મુંબઈમાંથી પ્રગટ થયું. એની સાથે ગુજરાતનું નહીં પણ મુંબઈનું નામ જોડવામાં આવ્યું. ૧૮૨૨માં નીકળેલા “મુંબઈ સમાચાર'ને ૧૦૦ વર્ષ પૂરાં થવા આવ્યાં છે. પ્રથમ ગુજરાતી છાપખાનું, પ્રથમ પંચાંગ અને પ્રથમ ગુજરાતી અખબાર પ્રસિદ્ધ કરવાનો યશ પારસી સંગૃહસ્થ શ્રી ફરદૂનજી મર્ઝબાનજીને ફાળે જાય છે, જ્યારે ગુજરાતની તળ ભૂમિમાંથી પ્રથમ ગુજરાતી સાપ્તાહિક અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ૧૮૪૯માં પ્રસિદ્ધ કર્યું અને એ “બુધવારિયા' તરીકે લોકપ્રિય બન્યું.
સ્વતંત્રતા પૂર્વેના ગુજરાતી પત્રકારત્વ સાથે સર્વશ્રી ફરદૂનજી મર્ઝબાન, દાદાભાઈ નવરોજી, કરસનદાસ મૂળજી, કેખુશરૂ કાબરાજી, સોરાબજી કાપડિયા, પાલણજી દેસાઈ, વીર નર્મદ, મહેરજીભાઈ માદન, ઇચ્છારામ દેસાઈ, આનંદશંકર ધ્રુવ, ગાંધીજી, ઇન્દુલાલ યાજ્ઞિક, મહાદેવભાઈ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ