________________
ર૧
,
દૈનિકપત્રોનું આર્થિક આયોજન
0 પ્રતાપ શાહ વિશ્વની સમગ્ર વર્તમાન વ્યવસ્થાઓનો પાયો મહદ્ અંશે જ્યારે અર્થપ્રાધાન્યવાળો છે, ત્યારે બહુ સ્વાભાવિક છે કે, વર્તમાનપત્રો પણ તે જ પોતાના હેતુઓને સારી રીતે પાર પાડી શકે, જે વર્તમાનપત્રો આર્થિક રીતે પગભર હોય ! વર્તમાનપત્રોની આવી આર્થિક નિર્ભરતા માટે, જે અન્ય ઉદ્યોગોને તેનું ઇન્ફાસ્ટ્રક્ટર જેવું કે મૂડી, કાચો માલ, જમીન, પાણી, વીજળી, વેચાણ વ્યવસ્થા વગેરે હોય છે, તેમ અખબારી ઉદ્યોગ માટે પણ તેનું ઇન્ફાસ્ટ્રક્ટર હોવું જરૂરી છે. આમાં મૂડી એ મહત્ત્વની વસ્તુ હોવાનું સ્વીકાર્યા વિના ચાલવાનું નથી.
આમ છતાં એક વાત લક્ષ બહાર જવી જોઈએ નહીં કે અખબારી વ્યવસાય એ મૂડીપ્રાધાન્ય વ્યવસાય હોવા છતાં બીજા ઉદ્યોગોના કરતાં તેની સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી સવિશેષ છે અખબાર એક પ્રકારનો પ્રહરી છે. જનમાનસનું અને લોકશાહીનું, લોકશિક્ષણનું તે એક સબળ માધ્યમ છે. આ દૃષ્ટિએ અર્થપ્રધાનતાવાળા આ યુગમાં આ ક્ષેત્રે તે વાતની સાવચેતી રાખવી રહી કે વર્તમાનપત્રો કેવળ ઉદ્યોગ ન રહે ! તેના ઉપર ઇજારાશાહીના, એકહથ્થપણાના કે મૂડીવાદી હોવાના આક્ષેપો ન આવે એટલું જોવું જ રહ્યું.
આ એટલા માટે વિચારણીય છે કે, પ્રેસ એ લોકશાહીમાં સત્તાનું ચોથું માધ્યમ મનાતું હોવાથી, મૂડીવાદી લોકો પોતાની મૂડીની સલામતી માટે કે રાજકીય આગેવાની માટે વર્તમાનપત્રો ઉપર પોતાનું આધિપત્ય હોય તો સારું, એવું ઇચ્છે તે બહુ સહજ મનાય. દેશમાં બહુ મોટા પ્રમાણમાં નહીં, તો સારા પ્રમાણમાં પણ આવું બનતું રહ્યું છે કે કેટલાક ધનપતિઓ વ્યક્તિગત રીતે કે કોર્પોરેશન રચીને અખબારી આધિપત્ય માટે પ્રયત્નશીલ રહ્યા છે. બીજી બાજુ સરકાર આવું એકહથ્થુપણું ન વધે તે જોવા પ્રયત્ન કરતી રહી છે. છેક ૧૯૫૨-૫૩થી આવા છૂટાછવાયા કે અછડતા પ્રયાસો સરકાર દ્વારા થતા રહ્યા છે, પરંતુ તેમાં ભારોભાર નિષ્ફળતા જ મળી છે.
મારું કાર્યક્ષેત્ર લઘુ અને મધ્યમ અખબારો પૂરતું મર્યાદિત છે. અહીં મારો જે વિષય છે તે છે : “દૈનિકપત્રનું આર્થિક આયોજન”. જેમાં લઘુ અને મધ્યમ ઉપરાંત મોટાં દૈનિકપત્રો પણ આવી જાય. મોટાં અખબારો અંગે હું કંઈ લખું તે “અનધિકાર ચેષ્ટા' મનાશે. આનો અર્થ એવો નથી કે એમના સમક્ષ આર્થિક સમસ્યાઓ નહીં હોય ! હોવાની જ. પણ તેને ઉકેલવાનાં બળ અને સૂઝ પણ તેમની પાસે હોવાનાં. એટલે તે પરત્વે ચર્ચા કરતાં મધ્યમ અને નાનાં દૈનિકપત્રોની આર્થિક બાજુ વિષે જ ચર્ચા કરીએ.
અખબારોના આર્થિક આયોજનનો વિચાર કરતી વખતે સૌપ્રથમ પ્રિન્ટિંગનાં સાધનોનો વિચાર કરવો પડે. એક જમાનો એવો હતો ખરો, જ્યારે છાપું કાઢવા માગતા બુદ્ધિજીવી પત્રકારો કે સંપાદકો છાપકામ બીજે કરાવીને પોતાનું પત્ર આ