________________
સત્કાર, વિનય, બહુમાન અને સેવા કરતા હતા. એકવાર અભયકુમારે બહારથી આવેલા કેટલાક યાત્રીઓને પોતાને ઘેર ભેજન માટે, નિમંત્રણ આપ્યું. એ યાત્રીઓમાં એક વેશ્યા પણ હતી. એ પિતાને શ્રાવિકા તરીકે ઓળખાવતી હતી. તેણે કોઈ શત્રુ રાજાની સમક્ષ અભયકુમારને બાંધીને લઈ જવાનું બીડું ઝડપ્યું હતું. આથી જાસૂસી કરવા માટે તેણે આ છૂપે વેશ લીધો હતો. જ્યારે અભયકુમાર ભજન કરાવવા માટે યાત્રાળુઓને બોલાવવા આવ્યા ત્યારે તે કપટી વેશ્યાએ કહ્યું, “આજ તે મારે ઉપવાસ છે. અભયકુમારે તેને સહધમી બહેન સમજીને એની વિનય-ભક્તિ કરતાં કહ્યું, “ભલે આજે તમારે ઉપવાસ છે, તે કાલે પારણું મારે ત્યાં કરજો.”
વેશ્યાએ કહ્યું, “જેમ આપ મને સહધમી સમજીને વિનયભક્તિ દર્શાવે છે, તેમ મારું પણ કર્તવ્ય છે કે હું પણ સહધમીને નાતે તમને આમંત્રણ આપું. આથી હું તમારું નિમંત્રણ ત્યારે જ સ્વીકારી શકું કે જ્યારે તમે પણ મારે ત્યાં આવવાનું નિમંત્રણ સ્વીકારે.” - શુદ્ધ અને સરળ હૃદયના અભયકુમારે તેનું નિમંત્રણ સહર્ષ સ્વીકારી લીધું. બીજે દિવસે અભયકુમાર નિમંત્રણ સ્વીકાર્યું હતું તે મુજબ શ્રાવિકાશધારી વેશ્યાને ત્યાં ભોજનને માટે પહોંચ્યા. વેશ્યાએ અભયકુમારનું સ્વાગત કર્યું, ખૂબ વિનય દાખ, અભયકુમારની પ્રશંસા કરી અને આદર-સત્કારપૂર્વક ભજન કરાવ્યું. ભેજન" બાદ વેશ્યાએ અભયકુમારને ચંદ્રહાસ નામને દારૂ પીવા માટે આપે. ચંદ્રહાસ દારૂમાં કઈ વાસ હેતી નથી અને દેખાવમાં આબેહૂબ દૂધ સમાન હોય છે. વળી, સહધમીને ત્યાં તે શંકાને કોઈ સ્થાન જ હોય નહીં, તેથી અભયકુમાર નિઃશંકપણે દૂધ સમજીને ૨ તે દારૂ પી ગયા. આમેય ઘણુ પ્રાંતમાં ભેજન પછી દૂધ પીવાને જાણીતે રિવાજ પ્રચલિત છે. બસ પછી શું? ચંદ્રહાસ દારૂએ પિતાને પ્રભાવ બતાવ્યું. અભયકુમાર તેને પીતાં જ પિતાનું ભાન
94 ઓજસ દીઠ આત્મબળનાં