________________
કરુણુ અને કફેડી સ્થિતિનું પહેલાં સમાજશાસ્ત્રીની માફક વિશ્લેષણ કર્યું અને પછી નિબળ બનતા સમાજને પુનઃ જાગૃત કરવા પ્રયાસ કર્યો, સંધના કલેશ અને કલહ દૂર કર્યા. અજ્ઞાન, કુસંપ અને ગરીબીએ સંધની સ્થિતિ એવી કરી નાખી હતી કે આ સમાજ દુઃખી અને દીન હતું. આ સમયે જૈનસંધની એક્તા, ગરીબ અને મધ્યમવર્ગને ઉત્કર્ષ તેમજ ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણની સુવિધા પૂરી પાડવા માટે આચાર્યશ્રીની અવિરત પ્રેરણું સાંપડી. સમાજની પરિસ્થિતિને જોનારા સમયદશી આચાર્ય શ્રીની નજરમાંથી રાષ્ટ્રની પરિસ્થિતિ પણ કઈ રીતે છૂટી શકે ? એમણે પોતે દેશની સ્વાતંત્ર્ય-ઝંખનામાં અનાસક્ત ભાવે સહયોગ આપ્યો. એમના જીવનમાં પદવી માટેની અનાસક્તિ હતી; વિવેક, વાત્સલ્ય અને વિનયની રત્નત્રયી હતી અને ગચ્છ, સમુદાય કે પંથની સંકીર્ણ લાગણીઓથી પર જઈને એમણે વ્યાપક દૃષ્ટિથી જોવાની શક્તિ આપી.
આ પ્રવચને વાંચતી વખતે વાચકમિત્રોને વિનંતી છે કે તેઓ ચાલીસ વર્ષ પહેલાંના રાજસ્થાનના બીકાનેરમાં કે સમાજ હશે એની કલ્પના કરે. એમનાં આ પ્રવચને એ સમાજમાં એક નવી જાગૃતિ આણી હતી; રૂઢિ અને જડતામાં ડૂબેલે સમાજ આ પ્રભાવક વાણીને પરિણામે નવી ચેતના સાથે સળવળી ઊડ્યો હતે. સમાજમાં વ્યાપ્ત દાંભિક્તા કે કૃતક ધાર્મિકતા તોડવી સરળ નથી. આમાં ન ચાલે ચાતરનારને ઘણું વિરોધ સહેવા પડે છે. આ સમયે યુગવીર આચાર્યશ્રીએ સમાજને પિતાનું વિશિષ્ટ દર્શન આપ્યું. ધર્મના મર્મને પ્રગટ કરીને જ સમાજને સાચી દિશામાં વાળવા પ્રયાસ કર્યો. આથી તેઓ ધર્મને નામે ફેલાયેલી અધમમય પરિસ્થિતિ તે ખુલ્લી પાડે છે, પણ એની સાથેસાથે સમાજમાં જડ ઘાલીને બેસી ગયેલી કુરૂઢિઓ અને કુપ્રથાઓ પર પ્રહાર પણ કરે છે.
વાણી એ વ્યક્તિત્વની પરિચાયક છે અને એમના વિરાટ વ્યક્તિત્વને દૂબહૂ પરિચય એમનાં આ પ્રવચનમાં મળી