________________
" ક્રિયા-ભાવતું સાયુજ્ય એક શહેરમાં કેટલાક સાધુઓ એક કુંભારના મકાનમાં તેની અનુમતિથી ઊતર્યા હતા. એ સાધુઓની સાથે એક ક્ષુલ્લક (નાને) સાધુ પણ હતું. નાને સાધુ શેડે સ્વચ્છેદી હતા. કુંભાર વાસણ બનાવતે તે એ નાને સાધુ તેના ઉપર કાંકરા મારતે, જેથી વાસણમાં કાણું પડી જતાં.
ક્ષુલ્લક સાધુનું આવું વર્તન જોઈને કુંભારે પૂછયું, “આપ, આમ શાથી કરે છે ?
તે સાધુએ જવાબ આપ્યો-“મિચ્છામિ દુક્કડમ.
કુંભાર શ્રદ્ધાવાન હતું. તેણે વિચાર્યું કે કદાચ આ ક્ષુલ્લક સાધુ પિતાની ભૂલને પસ્તા કરીને માફી માગી રહ્યો છે. હવેથી તે આવી ભૂલ નહીં કરે. પરંતુ જે કુંભાર જતે રહ્યો, સાધુએ ફરી કાંકરા મારવાનું શરૂ કર્યું. આ રીતે બે ત્રણ વાર તેણે “
મિચ્છામિ દુક્કડમ' કહ્યું અને વાસણ ભાંગ્યાં.
કુંભારે જોયું કે આ, આમ નહીં માને. તેમને બરાબર પાઠ ભણાવ પડશે.
તેણે એક કાંકરો ઉઠાવીને સાધુને કાન પર મારીને જોરથી તેને કાન આમળે.
ક્ષુલ્લકે જોરથી બૂમ પાડીને કહ્યું-“અરે ! આ શું કરે છે?
કુંભારે કહ્યું-“મિચ્છામિ દુક્કડમ ફરીથી કાન આમળીને ફરીથી કહ્યું, “મિચ્છામિ દુક્કડમ'
ક્ષુલ્લક સમજી ગયા અને કાંકરા મારવાનું બંધ કરી દીધું.
આ રીતે પાપ કરતાં જઈએ અને “મિચ્છામિ દુક્કડમ માગતાં રહીએ તેથી કંઈ પ્રાયશ્ચિત્ત થતું નથી. પરંતુ “મિચ્છામિ દુક્કડમ ના ઉરચારણની સાથોસાથ હૃદયના ખૂણે ખૂણામાંથી એ ભાવનાને સ્વર રણકી ઊઠે અને પસ્તાવાથી ભરેલું હૃદય ફરીથી એ ભૂલભરેલું કાર્ય
70 ઓજસ દીઠાં આત્મબળનાં