________________
આધીન નથી એને જોઈને, સાંભળીને, સૂધીને, સ્પર્શ કરીને અથવા તે ચાખીને તેમાં રાગ કે દ્વેષ પેદા કરીએ છીએ, પરિણામે એમાંથી કષાય ભાવના અને વિષયવાસના જાગે છે, એ મેળવવા માટે લડાઈ-ઝઘડા થાય છે. આમ, મનની એ વસ્તુ પ્રત્યેની રાગ કે દ્વેષની દુર્ભાવના વાણી કે શરીરચેષ્ટા દ્વારા પ્રગટે છે. આવી પરાશ્રિત વસ્તુઓ પ્રત્યે રાગદ્વેષ, કષાય અને વિષયાસક્તિ વગેરેને આ તપમાં ત્યાગ કરવો પડે છે. આને અર્થ જ એટલે કે વ્યુત્સર્ગ-તપ દ્રવ્ય અને ભાવ બંને રૂપે કામ કરે છે. આ તપથી જ આત્મા શરીર સાથે જોડાયેલી વિરાટ સેનાને જીતી શકે છે, અન્યથા આત્મા શરીરની એ ફેજ આગળ હારી જશે.
વ્યુત્સતપ આત્માને શરીરની ગુલામીમાંથી મુક્ત કરીને સ્વરાજ્ય અપાવે છે. આત્માનું રાજ્ય સ્વતંત્ર હતું પણ એના પર શરીરે ધીરે ધીરે પોતાનું પ્રભુત્વ જમાવીને આત્માને પરતંત્ર બનાવી દીધે. હવે એ આત્મા વ્યુત્સર્ગ–તપની, દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની તાલીમ લઈને અને એ તપને પ્રવેગ કરીને સ્વતંત્ર બની શકે છે. આવી સ્વતંત્રતાને અનુભવ આત્માને વ્યુત્સર્ગ–તપ દ્વારા જ થઈ શકે છે.
આસક્તિની આળપંપાળ વાસ્તવમાં જોઈએ તો શરીર અથવા અન્ય કોઈ પણ વસ્તુમાં રાગ કે દ્વેષ હોતા નથી, બલકે એ તે વ્યક્તિમાં વસે છે. જે વસ્તુમાં જ રાગ કે દ્વેષ ભરેલા હેત તે વીતરાગને પણ એને સ્પર્શ થતાં રાગદ્વેષ પેદા થાત, પણ એવું બન્યું નથી. વીતરાગ પ્રભુ વ્યુત્સર્ગતપના દીર્ઘ અભ્યાસથી વસ્તુ પ્રત્યેના રાગ અને દ્વેષને સર્વથા મિટાવી ચૂક્યા છે. એ સિદ્ધ થાય છે કે વસ્તુમાં રાગદ્વેષ નથી તેમજ એનામાં રાગદ્વેષ ઉત્પન્ન કરવાની શક્તિ પણ નથી. હકીકતમાં તે વ્યક્તિ પોતે જ એ વસ્તુને સારી કે ખરાબ માનીને પિતાને રાગ કે દ્વેષ પ્રગટ કરે છે. આથી વ્યક્તિ જ એ રાગ કે દ્વેષને દૂર કરી શકે છે. એને હટાવવાનો ઉપાય છે વ્યુત્સર્ગ–તપની દ્રવ્ય અને ભાવ બંને રૂપે સાધના.
બીજી એક એવી પણ વાત છે કે એક જ વસ્તુ પ્રત્યે એક વ્યક્તિના હૃદયમાં રાગ પેદા થાય છે અને એ જ વસ્તુ પ્રત્યે બીજી વ્યક્તિના
290 ઓજસ દીઠાં આત્મબળનાં