________________
આજે તે વ્યક્તિ સાધના દ્વારા ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિની આશા રાખે છે. તે ઈચ્છે છે કે અમારી સર્વત્ર પ્રશંસા થાય, આજુબાજુ અનુયાયીઓની ભીડ જામે અને એમને જયનાદ ગૂંજતે રહે. આવી કઈ બાબતને અથવા તે કઈ ભૌતિક વસ્તુની પ્રાપ્તિને તમે સાધનાનું ફળ માનતા હશે તે સમજી લેજે કે તમે ભ્રમમાં છે. સાધનાનું ફળ તે કષાયની મંદતા, અહિંસા-સત્ય આદિ ધર્મ પ્રત્યે. દઢતા, આંતર અને બાહ્ય એકતા, વિશ્વના તમામ આત્માઓ સાથેના એકત્વમાં વિકાસ તથા જીવનની પવિત્રતા અને સરળતા છે. જો આવું નહીં હોય તે માત્ર વાઘો પહેરી લેવાથી અથવા તે ક્રિયા કરવાથી સાધનાના વૃક્ષ પર સુંદર ફળ આવશે નહીં.
મિત્રો ! ધ્યાનસાધના માટે પણ તમે દીર્ઘ દૃષ્ટિથી વિચારીને. પુરુષાર્થ કરશે તે અવશ્ય એનાં સુફળ પામશે. સ્થળ : જૈનભવન, બીકાનેર ૨૫ ઑગસ્ટ, ૧૯૪૮
285
ધ્યાન-સાધના.