________________
વિચય ધ્યાનની પરીક્ષા લેવા માટે જ આ આજ્ઞા આપી છે. એહ! હવે મને આનું રહસ્ય સમજાયું” -
, શું ? નારદ ઝડપથી પાછા ફરવા લાગ્યો. રાત કે દિવસને થાક પણ પરમ જ્ઞાનનું રહસ્ય પામવાના ઉલ્લાસમાં અદશ્ય થઈ ગયે. એ જેવી મરઘી લઈને ગયા હતા તેવી મરઘી સાથે ગુરુજીની પાસે પહોંચે. બીજી બાજુ ઉપાધ્યાય નારદની રાહ જોતા હતા. નારદ આવે નહીં તેથી આખી રાત ઊંઘ ન આવી. નારદે આવીને ગુરુચરણમાં નમસ્કાર કર્યો અને મરઘીને સામે મૂકી. ગુરુએ ગુસ્સાને દેખાવ કરતાં કહ્યું,
અરે નારદ ! તું તે મરઘી જેવી હતી તેવી જ પાછી લાવ્યો. તે મારી આજ્ઞાનું પાલન કેમ ન કર્યું ?”
નારદે કહ્યું, “ગુરુદેવ! આપની તે આજ્ઞા હતી કે જ્યાં કઈ ન જુએ ત્યાં.”
તે શું, તને કઈ એવી જગ્યા ન મળી કે જ્યાં કોઈ ન હોય ?” ઉપાધ્યાયે પૂછ્યું.
નારદ બોલે, ગુરુદેવ ! હું બધે ફરી આવ્યા. પર્વત અને વન, નદી, નાળું કે ગુફા બધે જ ગયે પણ ક્યાંય એકાંત મળ્યું નહીં. અંતે અંધકારભરી ગુફામાં જઈને કામ પૂરું કરવાનો વિચાર કર્યો, પરંતુ કાર્ય પૂર્વે “નમો અરિહંતાણુંનું ઉચ્ચારણ કરતાં જ મને એ વિચારથી આંચકે લાગ્યો કે “અરિહંત અને સિદ્ધ તે સર્વજ્ઞસમદશી છે. તેઓ બધું જ જોઈ રહ્યા છે. એક નાનકડા ખૂણે પણ એમની દષ્ટિ વિનાને નથી.” બસ, આમ વિચારી હું અટકી ગયો. વળી, વિચાર આવ્યા કે અરિહંત સર્વત્ર જોઈ રહ્યા છે. વળી, એમની આજ્ઞા પણ ધર્મથી વિપરીત ન હય, જ્યારે હિંસા વગેરે કાર્યો તે એમની આજ્ઞાથી સાવ વિપરીત ગણાય. વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કાર્ય કરવું એ અસત્ય કહેવાય અને એમની આજ્ઞા કેઈ જીવનું પ્રાણહરણ કરવું એ ચરી ગણાય. આત્મસ્વભાવથી વિપરીત આચરણ કરવું અથવા
270 ઓજસ દીઠાં આત્મબળનાં