________________
કોઈ જુએ નહી તે સ્થળે જઈને કાપી નાખો અને પછી મને પાછી પજે.”
વસુ, પર્વત અને નારદ ત્રણેય લોટની મરઘી લઈને ગુરુ આજ્ઞાનું પાલન કરવા માટે જુદી જુદી દિશામાં નીકળી પડ્યા.
પર્વત સાવ અવિચારી અને રૌદ્રધ્યાનપરાયણ હતું. આથી ગુરુકુળથી સહેજ દૂર જઈને એણે માથે ચાદર ઓઢી. એમાં મરઘીને છુપાવીને એની ડોક મરડી નાખી. કામ પૂરું થતાં તરત જ ઉપાધ્યાય પાસે પાછો આવે.
વસુ ડે વિચારશીલ હતું. એ રૌદ્રધ્યાની નહે, પણ આર્ત ધ્યાની તે હવે જ. એને એ સ્વાર્થ હતું કે ગુરુની આજ્ઞાનું શબ્દશઃ પાલન કરીશ તે મને એ સારી રીતે ભણાવશે અને પરિણામે મારા પિતા પણ મારા પર ખુશ થઈને મને રાજગાદી આપશે.
વસુએ વિચાર્યું કે ગુરુજીએ આને એકાંતમાં મારી નાખવાનું કહ્યું છે. અહીં એકાંત નથી માટે જરા આગળ જાઉં. એ ચાલતે ચાલતે એક એકાંત નિર્જન વનમાં ગયા. એણે ચારે બાજુ બરાબર જોયું કે પિતાને કોઈ જોતું તે નથી ને? પછી મરઘીના બે ટુકડા કરીને ગુરુની પાસે આવ્યું.
નારદ ધર્મધ્યાની જીવ હતે. એણે વિચાર્યું, ગુરુજીની આ આજ્ઞા પાછળ શું રહસ્ય હશે? વળી, ગુરુજીએ એવી પણ આજ્ઞા આપી છે કે જ્યાં કોઈ જુએ નહીં ત્યાં એને ખતમ કરજે. પણ અહીં તે પશુ-પક્ષી જોઈ રહ્યાં છે.”
નારદ આગળ વધ્યો. ચાલતા ચાલતે નિજન વનમાં એક સરોવર પાસે આવ્યા. એણે જોયું તે સરોવરના પાણી પર સૂર્યનાં કિરણ ગેલ કરતાં હતાં. ઊંચે આકાશમાં જોયું તે એને વિચાર આવ્યું કે સૂર્યદેવ તે આ જોઈ રહ્યા છે. અહીં પણ એકાંત નથી. ચાલ, કયાંક આગળ જાઉં.
238 ઓજસ દીઠાં આત્મબળનાં