________________
ભેદમાં એને કેમ સ્થાન આપવામાં આવ્યું છે? મારી દષ્ટિએ અશુભ ધ્યાનથી બચવા, એનાથી સાવધ રહેવા અને એને છેડવાની દષ્ટિએ જ શાસ્ત્રોમાં એને સ્થાન આપવામાં આવ્યું છે અને એનું વર્ણન કરવામાં આવ્યું છે. આનો અર્થ એ કે અપ્રશસ્ત ધ્યાનને ત્યાગ કરે અને મનને સતત એવા ધ્યાનથી દૂર રાખવું. અપ્રશસ્ત ધ્યાનથી મનને દૂર રાખવાનું સતત ધ્યાન કરવું તેને તપની કેટિમાં ગણવામાં આવે છે. શુભ ધ્યાનમાં પ્રવૃત્ત થવા માટે અશુભ ધ્યાનથી નિવૃત્ત થવું જરૂરી છે. ખેડૂત જે જમીનમાં બી વાવવા માગે છે ત્યાં પહેલાં એ જમીન પરનાં કાંટા, ઝાડ, ઝાંખરાં, કાંકરા વગેરે દૂર કરીને જમીનને સાફ કરે છે. પછી જમીનને સમતલ બનાવે છે અને ત્યાર બાદ હળ ચલાવીને બીજ વાવે છે. આવું કરે તે જ એને મબલખ પાક મળે છે. આવી રીતે મુમુક્ષુએ પણ પોતાની હૃદયભૂમિ પરથી અપ્રશસ્ત ધ્યાનના કાંકરા, કંટક અને ઊગેલાં ઝાડીઝાંખરાને બહાર કાઢીને ફેકી દેવા જોઈએ. હૃદયભૂમિને નમ્ર અને સમ બનાવવી જોઈએ. તે જ એના પર પ્રશસ્ત ધ્યાનનું બીજ વાવી શકાય. આમ થાય તે જ મોક્ષને સુંદર પાક પ્રાપ્ત થાય. આ દષ્ટિએ અશુભ ધ્યાનને અળગું કરવું શુભ ધ્યાનને માટે જરૂરી છે. આ કારણે અશુભ ધ્યાનને અને એના ત્યાગને શાસ્ત્રમાં અને તપમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ધ્યાનના ચાર પ્રકાર ધ્યાનનાં આ બંને રૂપિના બે-બે ભેદ છે. આમ કુલ ચાર ભેદ થાય ઃ (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મ ધ્યાન અને, (૪) શુકલધ્યાન. આમાં પ્રથમ બે ધ્યાન અશુભ છે અને બાકીનાં બે ધ્યાન શુભ છે. ૧. આ ધ્યાન
આર્તધ્યાન એને કહીએ છીએ કે જે આ એટલે કે દુઃખ અને પીડાને કારણે અથવા તે કોઈ પણ પ્રકારના દુઃખ અને પીડાને સમયે થાય તે આર્તધ્યાન કહેવાય છે. આને દુઃખી પ્રાણીનું ધ્યાન પણ કહી શકીએ. શરીરમાં કઈ રોગ હોય, કેઈ પીડા થતી હોય, મનમાં
252 ઓજસ દીઠાં આત્મબળનાં