________________
ધ્યાતા, ધ્યાન અને ધ્યેય
આત્યંતર–તપને પાંચ પ્રકાર છે ધ્યાન. શરીરને ટકાવવા માટે જેટલી જરૂર આહારની હોય છે તેટલી જ જરૂર જીવનની અમૃતમય સાધના માટે ધ્યાનની છે. કેઈ રંગબેરંગી ફૂલોથી હરિયાળા બગીચામાં બેસવાથી તમને કેટલી બધી શાંતિ મળે છે ! ઉલ્લાસને કેવો આનંદમય અનુભવ થાય છે ! એમ લાગે કે જાણે સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી તમે મુક્ત બની ગયા છે. પરંતુ તમે કઈ એવી જગ્યાએ જાઓ કે જ્યાં લડાઈઝઘડા થતા હોય, પુષ્કળ શેર–બકેર હોય, કટુ અને કર્કશ અવાજો આવતા હોય, એવા સ્થળે તમને મનની શાંતિ સાંપડશે નહીં. તમારા હૃદયમાંથી શુદ્ધ ચિંતનની સરવાણું પ્રગટશે નહીં. તમારું મન ચિંતામુક્તિને અનુભવ કરશે નહીં, બબ્બે બેચેની, અકળામણ અને ગભરામણ અનુભવશે.
245. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય