________________
જે દસમી વ્યક્તિ તૈયાર થતી ન હોય અને તમારી પ્રતિજ્ઞા પૂરી થતી ન હોય તે તમે જ દસમી વ્યક્તિ તરીકે સ્વયં પ્રતિબંધિત થઈ જાઓ ને? પ્રતિજ્ઞા પૂરી થશે અને ભેજન ઠંડું નહીં થઈ જાય.”
આ શબ્દોએ નંદીબેણના હૃદયમાં ગહન મંથન જગાવ્યું. એની અંતર્દષ્ટિ ખૂલી ગઈ અને વિચારવા લાગે
ધિક્કાર છે મને! હું કે કે સઘળું જાણતા હોવા છતાં આ વેશ્યાની પાછળ મારું સઘળું ચારિત્ર્ય ધન લૂટાવી બેઠો. મને કઈ વાતની ખોટ હતી કે જેથી હું સંયમની મસ્તી છેડીને વેશ્યાની મોહજાળમાં ફસાયે. હવે કર્મોના ભરોસે જીવવું એ તે કાયરનું કામ છે. મેં જે કર્મો બાંધ્યાં છે તેને તેડવા શું બીજા કેઈ આવશે? મારે જ મારાં આગળ અને પાછળનાં કમબંધન તેડવા માટે કમર કસવી પડશે. હવે મારે જ પ્રતિબદ્ધ થઈને પુનઃ સદાચાર અને સંયમના માર્ગે ચાલવું જોઈએ.”
નંદીબેણે તરત જ વેશ્યાની વિદાય લેતાં કહ્યું, “આ હું દશમે વ્યક્તિ પ્રતિબંધિત થઈને જાઉં છું.”
નદીને રોકવા માટે વેશ્યાએ ઘણું આજીજી અને વિનવણી કરી, પરંતુ એની એકેય વાત નંદીષેણે કાને ધરી નહીં. અંતે વેશ્યા પણ પ્રતિબોધ પામીને દીક્ષા લેવા તૈયાર થઈ ગઈ
પિતાનાં સાધુનાં ઉપકરણ વેશ્યાના ઘરમાં જ્યાં રાખ્યાં હતાં તે લઈ લીધાં અને ગુરુદેવની પાસે જઈને પિતાનાં પાપકૃત્યની આલોચના કરી. પ્રાયશ્ચિત્ત કરી ફરી દીક્ષા ધારણ કરી. કેટલાંક વર્ષો સુધી સંયમનું પાલન કરી અને સદ્ગતિ પ્રાપ્ત કરી.
એ સાચું છે કે જેના હૃદયમાં ધર્મભાવનાની નાની શી ચિનગારી હોય તે ધર્મકથાકાર કવચિત્ ભૂલે પડે, પણ અંતે સાચે રસ્તે આવી જાય છે. નંદીષેણની માફક એ બીજાને પ્રતિબોધ આપ્યા વિના રહી શકતું નથી.
243
| વિકથા અને ધર્મકથા