________________
જગ્યાએ નાખીએ. આ રીતે દસ-પંદર વખત રેતી નાખવાનું અને ઉપાડવાનું કામ કરીએ તે છેવટે હાથમાં લઈ શકાય એવી થોડી રેતી પણ રહેતી નથી. એ જ રીતે ભગવાન મહાવીરનું પૂર્ણ જ્ઞાન ગણધરની પાસે નહોતું. ગણધરનું જ્ઞાન પૂરેપૂરું આચાર્યોને યાદ રહ્યું નહિ અને આચાર્યોનું જ્ઞાન મને યાદ ન રહ્યું. મારું જ્ઞાન તમે યાદ રાખી શક્યા નહિ અને ભવિષ્યમાં તમારું જ્ઞાન કેઈ યાદ રાખશે કે નહિ એ કહેવું મુશ્કેલ છે.”
આ રીતે ધર્મકથાના મર્મજ્ઞ વૃદ્ધ ગુરુએ સરળતાથી પોતાની વાત શિષ્યને સમજાવી અને એમનામાં વ્યાપેલાં આળસ અને અભિમાનને અળગાં કરીને એમને વિનયધર્મથી પુષ્ટ કર્યા. આવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જે જાણે છે તે જ ધર્મકથા કરવાને અધિકારી છે. સ્થળ : જૈન ભવન, બીકાનેર ૨૩ ઓગસ્ટ, ૧૯૪૮
225 --
એ—૧૫
ધર્મકથાને પ્રભાવ