________________
તેને જિજ્ઞાસાબુદ્ધિથી શ્રદ્ધા અને વિવેકપૂર્વક પોતાના શ્રદ્ધેયની સમક્ષ રજૂ કરીને સમાધાન મેળવવુ'.
જિજ્ઞાસા અને વિનય
કેટલીક વ્યક્તિએ પેાતાનુ પાંડિત્ય દર્શાવવા અથવા તેા પેાતાના પુસ્તકિયા જ્ઞાનનું પ્રશ્નન કરવા અથવા તેા કાઈ સાધકને નિરુત્તર કરવા કે પરાજિત કરવાના ઉદ્દેશથી પ્રશ્ન પૂછે છે. જીતવાની આવી વૃત્તિ ધરાવનાર અહંકારી વ્યક્તિ ઘણીવાર ખુદ અનિણયાત્મક સ્થિતિમાં હાય છે. આવી રાજસી બુદ્ધિ ધરાવનાર સમાધાન મેળવી શકતા નથી. કેટલાક લાકે પેાતાને પહેલેથી જ જ્ઞાની માનતા હાય છે. આવી વ્યક્તિ કોઈ શ`કા જાગે તે પણ અનુભવી કે એના વિશેષજ્ઞ પાસે જવામાં નીચાજોણું માને છે. પિરણામે તેઓ હમેશાં શંકાવ્યાકુળ જ રહે છે.
કેટલાક સાધકોની એવી આદત હાય છે કે વાંચેલા વિષય પર પુનઃ ચિંતન કરતા નથી. શાસ્ત્ર કે ગ્રંથનું વાચન સાધુ કે ગુરુ પાસે કરી લીધું અને પછી બધું જ ત્યાં મૂકીને જાય છે. બીજે દિવસે જ્યારે શાસ્ત્રાદિ વાચનના સમય થાય ત્યારે જ એને સ’ભારે છે. ચિંતનમનનના અભાવે આવા સાધકને પ્રશ્નો જ ઊડતા નથી અને તેને પરિણામે જ્ઞાનમાં પ્ર-ગતિ થતી નથી. આવી જ રીતે પેાતાની જગ્યાએ બેસીને અવિવેકભરી રીતે ગુરુ આદિને પ્રશ્ન કરનાર જ્ઞાનપ્રાપ્તિ કરી શકતા નથી. કેટલાક લાકો એવુ પણ વિચારે છે કે આપણે પ્રશ્ન પૂછીશુ તે શાસ્ત્રા વિશેનુ પેાતાનું અજ્ઞાન ઉઘાડું પડી જશે. પેાતે મનમાં ને મનમાં શકાને દબાવી રાખે છે. કેટલીક વ્યક્તિને પ્રશ્ન જાગે છે, પણ વડીલને આવુ પૂછ્યું તે અવિવેક ગણાય તેમ માનીને પ્રશ્નો પૂછવાનુ ટાળે છે. આમ પૃચ્છનાના અભાવ હાય અથવા તે અનૌચિત્યથી પૃચ્છના થતી હેાય ત્યારે ઘણીવાર મનુષ્ય સત્યથી વંચિત રહી જાય છે.
એક વાત નિશ્ચિત છે કે જિજ્ઞાસા કે પૃચ્છા એ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનવૃદ્ધિનું માધ્યમ છે. અક્ષરજ્ઞાનથી સાવ વ`ચિત વ્યક્તિ પણ
199
સ્વપર કલ્યાણનું સાધન ઃ સ્વાધ્યાય