________________
દસ - સ્વપ૨ કલ્યાણનું સાધનઃ સ્વાધ્યાય
સ્વાધ્યાયના પ્રત્યેક પાન પર એક પછી એક ચડવા માટે સાધકે જાગૃતિ, વિવેક, તપ અને વિનય રાખવાં જોઈએ. આને અભાવ હોય તે સાધનામાં પીછેહઠ કે પતન થતાં વાર લાગતી નથી. આને પરિણામે જ શાસ્ત્રકારોએ વાચના, પૃચ્છના આદિ પ્રત્યેક પાનની સાથે આચરવાની વિધિ બતાવી છે. પૃચ્છના :
વાચના પછી સ્વાધ્યાયનું બીજુ સપાન છે પૃચ્છના. ગુરુ આદિ પાસેથી શાસ્ત્રીય વાચના લીધા બાદ એનું ચિંતન-મનન કરતી વેળાએ શંકાકુશંકા જાગે તે ગુરુની પાસે જઈને વિનયપૂર્વક પૂછવું તે પૃચ્છના કહેવાય.
આને બીજો એક અર્થ પણ થાય છે. તમે . કોઈ ગ્રંથ કે પુસ્તકનું અધ્યયન કર્યું. એમાંનું
- 197
સ્વાર કલ્યાણનું સાધન ઃ સ્વાધ્યાય