________________
ગંભીરતા અને વિનમ્રતાપૂર્વક આચાર્યશ્રીને અંતરમાંથી, અમૃતની સરવાણીની જેમ, વહી નીકળેલા આ શબ્દો આચાર્યશ્રીની જુદાં જુદાં નામોથી ઓળખાતા ધર્મોનાં બાહ્ય સ્વરૂપથી ઊંચે ઊઠીને આત્મધર્મની-પોતાની જાતની ખેજની–ઉત્કટ તમન્નાનું સૂચન કરવા સાથે જૈનધર્મની અનેકાંતવાદની સત્યગામી અને ગુણગ્રાહી ભાવના તેના જીવનમાં કેવી ઓતપ્રોત થઈ ગઈ હતી, એનું દર્શન કરાવે છે.
જૈનધર્મે જીવનસાધનામાં અહિંસાને પ્રાધાન્ય આપીને વિશ્વભરના છે સાથે મૈત્રી કેળવવાનો આદેશ આપ્યો છે. યુગદર્શ આચાર્યશ્રીએ એ આદેશને ઝીલી લઈને પિતાના હત્યને વિશાળ કરુણપરાયણ અને સંવેદનશીલ બનાવ્યું હતું અને સમગ્ર માનવજાત પ્રત્યે સમભાવ કેળવ્યો હતો. કેઈનું પણ દુઃખદર્દ જોઈને એમનું અંતર કરુણાભીનું બની જતું અને એના નિવારણને શક્ય પુરુષાર્થ કર્યા પછી જ એને નિરાંત થતી. આ રીતે તેઓ વેશથી જૈનધર્મના ગુરુ હોવા છતાં અંતરથી તો સર્વના હિતચિંતક એક આદર્શ લેકગુરુ જ બન્યા હતા. અને આવી ઉન્નત ભાવનાના બળે જ ઉપર મુજબના શબ્દો ઉચ્ચારી શક્યા હતા.
વિસં. ૧૯ર૭ના ભાઈબીજના દિવસે એમનો જન્મ. તેઓનું વતન વિદ્યા, કળા અને સંસ્કારિતાની ભૂમિ વડોદરા શહેર. તેઓની જ્ઞાતિ વીસા શ્રીમાળી. પિતાનું નામ દીપચંદભાઈ. માતાનું ઈચ્છાબહેન. એમનું પોતાનું નામ ક્શનલાલ. કુટુંબ ખૂબ ધમપરાયણ એટલે છગનલાલને પારણે ઝૂલતાં ઝૂલતાં જ ધર્મસંસ્કારનું પાન કરવાને સુયોગ મળ્યું હતું. દસ-બાર વર્ષની ઉંમર થતાં થતાં તે પિતા અને માતા બન્નેની છત્રછાયા ઝુંટવાઈ ગઈ ! મરણપથારીએ પડેલી માતાએ પિતાના પુત્રને આ જન્મમાં તેમજ જન્માંતરમાં પણ ઉપયોગી થાય એવી શિખામણ આપતાં કહ્યું, કે “બેટા, અહંતનું શરણ સ્વીકારજે અને અનંત સુખના ધામમાં પહોંચાડે એવા શાશ્વત ધમધનને મેળવવામાં અને જગતના જીવનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.”
છગનને એકલવાયું ન લાગે અને એનું ચિત્ત પ્રસન્ન રહે એ માટે બને મોટા ભાઈઓ-શ્રી હીરાભાઈ અને શ્રી ખીમચંદભાઈ-ખૂબ તકેદારી રાખતા, પણ છગનલાલને જીવ કંઈક જુદી જ માટીનો હતો. એનું ચિત્ત ઘરસંસારને ત્યાગ કરીને ત્યાગધર્મની દીક્ષા લેવા માટે ઝંખી રહ્યું ઃ ક્યારે એ અવસર આવે. અને હું ક્યારે સાધુજીવન સ્વીકારું !
18 ઓજસ દીઠાં આત્મબળનાં