________________
સામે જોયું અને બેલી, “આ સત્યનાશીએ તે મારા પુત્રને મારી જ નાખ્યો હતે.” આ બંને વિદ્યાર્થીઓ પિતાનું કાર્ય પૂર્ણ કરીને ગુરુની પાસે પહોંચ્યા. અભિમાની વિદ્યાથીએ ગુરુને કહ્યું,
“મહારાજ, તમે તે અત્યંત પક્ષપાતી અને પટી છે. આને સારું અને ઉચ્ચ જ્ઞાન આપે છે અને મને સાવ ઊંધું જ ભણાવે છે.”
ગુરુએ કહ્યું, “હું તે કશાય ભેદભાવ વિના બંનેને સરખું શીખવું છું. મારા માટે તમે બંને સમાન છે. મારા મનમાં પણ તમારા બેમાંથી કોઈનાય પ્રત્યે પક્ષપાત નથી.”
ઘમંડી શિવે કહ્યું, “તે પછી મારી બધી વાત ખોટી કેમ પડી અને આની બધી વાત સાચી કેમ નીકળી?”
આમ કહીને અભિમાન શિષ્ય રાજાની રાણી અને ડોશીના દીકરાની ઘટના કહી ત્યારે ગુરુએ વિનયી શિષ્યને કહ્યું, “હે શિષ્ય! તું જ કહે. આ બધું તે જાણ્યું કઈ રીતે ?”
વિનયી શિષ્ય કહ્યું, “ગુરુદેવ, મેં ચારેય પગની પાછળ લઘુશંકા થયેલી જોઈને અનુમાન કર્યું કે અહીંથી હાથી નહિ, પણ હાથણ પસાર થઈ હશે. હાથી હોય તે ચાર પગની વચમાં લઘુશંકા થયેલી હોત. રસ્તામાં એક બાજુની વેલે કોઈ ખાઈ ગયું હતું અને બીજી બાજુની વેલે એમની એમ જ હતી તેથી અનુમાન કર્યું કે હાથણી કાણી હેવી જોઈએ. હાથીની સૂંઢ પણ પહોંચે નહિ ત્યાં સુધીની ઊંચી ડાળીઓ તૂટેલી જોઈને માન્યું કે એની પીડ પર અંબાડી હશે. આગળ જતાં મેં રસ્તામાં ક્યાંક કયાંક લાલ વસ્ત્રના દેરા વૃક્ષની ડાળીમાં ભરાયેલા જોયા એટલે જાણ્યું કે અંબાડીમાં કેઈ સ્ત્રી બેડી હશે. હાથીની અંબાડી પર કેઈ સામાન્ય સ્ત્રી તે ક્યાંથી બેસી શકે ? આથી મેં અનુમાન કર્યું કે રાજાની રાણી જ આના પર બેઠી હશે. એક સ્થળે હાથણીને બેસાડવામાં આવી હતી અને બાજુમાં બેઠેલી એ સ્ત્રીને ઊઠતાં જમીનને ટેકે લે પડ્યો હોય તેમ દેખાતું હતું. આ પરથી જાણ્યું કે એ
184 ઓજસ દીઠાં આત્મબળનાં