________________
વિનય દાખવતું હતું તેમજ તેમની આજ્ઞાનું યોગ્ય રીતે પાલન કરતે. હિતે, કશીયે શંકા જાગે તે જિજ્ઞાસાપૂર્વક પૂછતે હતે. આમ દરેક પ્રકારે તે ગુરુસેવા અને ગુરૂઆદર કરતે હતે.
બીજે વિદ્યાથી ઉડ, અવિનયી અને ઘમંડી હતે સેવાની વાત તે બાજુએ રહી, પણ ક્યારેક ગુરુનું અપમાન પણ કરી બેસતે હતે.
એક દિવસ પંડિતજીએ આ બંને વિદ્યાર્થીઓને કોઈ કામસર પરગામ મેકલ્યા. વિનીત શિષ્ય તે તરત તૈયાર થઈ ગયે, પરંતુ ઘમંડી શિષ્યને જવાનું પસંદ નહોતું. એ મેં ચડાવતે-ચડાવતો મન, વિના વિનીત શિષ્યની સાથે ગયે.
બંને વિદ્યાર્થીઓ એકસાથે જઈ રહ્યા હતા. એવામાં ચાલતાં ચાલતાં એમણે જમીન પર મોટાં પગલાં જોયાં. આ જોઈને ઘમંડી વિદ્યાથી બે, “અરે જે, અહીંથી હાથી પસાર થયે લાગે છે.”
વિનીત વિદ્યાથીએ કહ્યું, “ના. અહીંથી તે હાથણી ગઈ છે અને તે પણ એક આંખે કાણું. વળી એની પીઠ પર અંબાડી હતી. એમાં રાણી બેઠી હતી. રાણીએ લાલ વસ્ત્રો પહેર્યા હતાં. એ રાણી ગર્ભવતી હતી અને થોડા જ સમયમાં એને પ્રસૂતિ આવવાની હતી.”
અભિમાની વિદ્યાથી આ વાત સાંભળીને અકળાઈ ઊડ્યો. એણે એનું ખંડન કરતાં કહ્યું, “અરે ! તું તે સર્વજ્ઞ જેવી વાત કરે છે. તારી બધી વાત પોકળ બકવાસ જેવી છે.”
વિનીત શિષ્ય બોલ્યા, “મિત્ર, ગુરુકૃપાને આ પ્રતાપ છે. મારી વાત સાચી ન લાગે તે જોઈ લે. હાથમાં પહેરેલા કંગનને જેવા માટે દર્પણની જરૂર હોતી નથી.”
અભિમાની વિદ્યાથી તે આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગયે. થોડે દૂર ગયે ત્યાં લોકો પાસેથી એને સાંભળવા મળ્યું કે રાણીને બાળક થવાનું છે. એ હાથણ પર બેસીને પિયર જઈ રહી હતી, પરંતુ પ્રસવકાળ નજીક આવતાં અડધે રસ્તે જ અટકી જવું પડ્યું. અહીં એને પુત્ર જન્મે.
182 ઓજસ દીઠાં આત્મબળનાં