________________
મંડળે મહારાજા કુમારપાળને બીજીવાર લગ્ન કરવા માટે આગ્રહ કર્યો. કુમારપાળે કહ્યું, “હું તે અન્ય સ્ત્રીઓને ત્યાગ કરી ચૂક્યો છું. આથી બીજીવાર લગ્ન કરવાનો વિચાર કરવો એ પણ અપરાધરૂપ છે, કારણ કે એનાથી મારી પ્રતિજ્ઞા(ત્રત)ને ભંગ થાય છે.”
કુશળ મંત્રીએ ફરી સવિનય અનુરોધ કરતાં કહ્યું, “મહારાજ ! રાજરાણું વિના રાજમહેલ અને રાજ્ય બને સાવ સૂનાં સૂનાં લાગે છે. વળી આપને ઈ સંતાન પણ નથી એટલે બીજું લગ્ન કરવું આવશ્યક છે.”
મહારાજા કુમારપાળ દઢ અવાજે કહ્યું, “જે હું આવું કરું તે પહેલે અપરાધ એ થશે કે મેં દેવ, ગુરુ અને ધર્મની સાક્ષીએ જે પ્રતિજ્ઞા લીધી છે તેને ભંગ થશે. બીજી વાત એ કે વિવાહ કરીશ એટલે સંતાન થશે જ એ અટલ નિયમ છે ખરે? જે પહેલી પત્નીથી સંતાનપ્રાપ્તિ ન થઈ તે બીજી પત્નીથી સંતાનપ્રાપ્તિ થશે એમ કઈ રીતે કહી શકાય? વળી સંતાન હોવા છતાં કોણ સુખી છે? આથી હું ક્યારેય પ્રતિજ્ઞાભંગ કરીશ નહિ, મારે અટલ નિર્ધાર છે.” , મંત્રીગણ નિરુત્તર બની ગયા. તેઓ કોઈ યુક્તિ વિચારવા લાગ્યા કે જેથી રાજાને લગ્ન માટે તૈયાર કરી શકાય. છેવટે એમણે તર્કનું એક આખરી તીર છોડ્યું અને કહ્યું, “મહારાજ ! આપે તે દેવાલયમાં જઈને જિનદેવ સમક્ષ પત્ની સાથે આરતી ઉતારવાની પ્રતિજ્ઞા કરી હતી ને !”
- “હા, પ્રતિજ્ઞા ત કરી હતી પણ તેથી શું?” રાજાએ કહ્યું. - મંત્રીગણે યુક્તિપૂર્વક કહ્યું, “પત્નીના અભાવમાં હવે આપની આ પ્રતિજ્ઞાને ભંગ થશે તેથી પ્રતિજ્ઞા પાલન માટે પણ આપે લગ્ન કરવું જરૂરી છે.”
મહારાજા કુમારપાળ એમ કંઈ પાછા પડે તેવા નહોતા. એમણે સ્પષ્ટ ઉત્તર વાળ્યો, “આને માટે લગ્ન કરવાની કોઈ જરૂર નથી. આપણે તે સ્થાપના-નિક્ષેપમાં માનીએ છીએ આથી સ્વર્ગીય રાણીની
172
એજિસ દીઠાં આત્મબળનાં