________________
શ્રાવક પરિવારે એમની શંકાનું નિવારણ કર્યું અને સાચી આપવીતી કહી. આની સાથેસાથે એમ પણ કહ્યું કે,
ગુરુદેવ! આપ આ આહારને ગ્રહણ કરે. હજી અમે આ એક લાખ મુદ્રાથી મેળવેલા અન્નમાં વિષ ભેળવ્યું નથી.”
આ સાંભળતાં જ સાધુઓને વજસ્વામીએ કહેલી વાત યાદ આવી ગઈ. એમણે શ્રાવક પરિવારને કહ્યું,
હવે તમે લેકે ઝેર લેશે નહીં. વજીસ્વામીની ભવિષ્યવાણું અનુસાર અમે તમને પૂરો વિશ્વાસ આપીએ છીએ કે આવતીકાલથી જરૂર સુકાળ થઈ જશે.” - સાધુજનેને ભિક્ષા આપીને બધાંએ સર્વાનુમતે નિર્ણય કર્યો, આટલા દિવસ અન્ન વિના કાઢયા છે તે ભલે એક દિવસ વધુ કાઢ પડે.”
બીજે દિવસે સવારે જ દૂર-દેશાવરથી અનાજથી ભરેલાં વહાણ આવી પહોંચ્ચાં, દુષ્કાળ સુકાળ બની ગયે, સહુને સરળતાથી અનાજ મળવા લાગ્યું.
આ ઘટના પછી આખાય શ્રાવક પરિવારે ગુરુવર પાસેથી નિગ્રંથ દીક્ષા લીધી. પિતા અને ચાર પુત્ર સાધુ બની ગયા. માતા અને બહેને સાધ્વી બની ગઈ. એમણે વિચાર્યું કે અમે તે ઝેર ઘોળીને મરવા ચાહતાં હતાં, પરંતુ આ સાધુઓની કૃપાથી અમને જીવતદાન મળ્યું. હવે અમે એમના ચરણોમાં બાકીનું શેષજીવન સ્વ–પરકલ્યાણ સાધીને વ્યતીત કરવા માગીએ છીએ. એમ કહેવાય છે કે જે ચાર પુત્ર સાધુ બન્યા તેમના નામથી ચાર કુળ પ્રસિદ્ધ થયાં અને તે છે ચાન્દ્રકુળ, નગેન્દ્રકુળ, વિદ્યાધરકુળ અને નિવૃત્તકુળ. આજે પણ ચાન્દ્રકુળ વિદ્યમાન છે. કૌટિકગ૭, વજૂશાખા અને ચન્દ્રકુળનાં જ વર્તમાન સાધુ-સાધ્વી છે. સંઘવૈયાવૃત્ય:
ગણોના સમૂહને સંઘ કહેવામાં આવે છે અને આવાં સાધુસાધ્વીઓના સંઘની વૈયાવૃત્ય કરવી તે સંઘ-વૈયાવૃત્ય કહેવાય. સંઘને
153
- - ઉત્તમ પાત્રની યાત્રુત્ય