________________
તેટલી જરૂર કરવી જોઈએ. પરંતુ સેવાને વ્યાપ વધવાની સાથોસાથ મનની ક્ષિતિજને પણ વ્યાપ વધ જોઈએ. આમ બનશે નહીં તે સેવા પણ માત્ર જુદા જુદા લેબલ પર જ ચૂંટેલી રહેશે.
સેવાની અમૃતધારામાં મનની સંકીર્ણતા વિષરૂપ ગણાય. તમે એમ વિચારતા હશે કે હું તમને શું કહી રહ્યો છું. શું અમે અમારી જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય કે દેશની સેવા ન કરીએ? જેટલી અમારી હેસિયત છે એટલી તે સેવા કરવી જોઈએ ને? હું તમને તમારી જ્ઞાતિસેવાનો ઈન્કાર કરતું નથી, પરંતુ એની સાથે સાથે બે બાબત જરૂર સમજાવીશ. એક તે એ કે પોતાના વતુળની સેવા કરતી વખતે જ્યારે પણ વિશાળ વર્ગની સેવા કરવાનો પ્રસંગ આવે ત્યારે કોઈ બહાનું બતાવવું નહીં કે તક ચૂકવી નહીં. તમારી શક્તિ માત્ર પરિવારની સેવા સુધી જ સીમિત હોય, પરંતુ માની લે કે સમાજ કે રાષ્ટ્ર પર કેઈ સંકટ આવે ત્યારે તમારી તન, મન અને ધનથી સહેજે પાછી પાની ર્યા વિના સેવા કરવી જોઈએ. આવે વખતે મનને સંકુચિત બનાવશે નહિ. બીજી વાત એ પણ છે કે તમારા વર્તુળમાં પણ તમે વૈયાવૃત્ય કેટિની સેવા કરજો. જે તપશ્ચર્યા વિનાની પરંતુ શુભ ભાવનાથી નિષ્કામપણે અને નામના-કામના વિના કરવામાં આવેલી સેવા હોય તે જરૂર પુણ્યદાયી બનશે. આ સમયે એની તપ કરવામાં આવે તો સોનામાં સુગંધની માફક એ વૈયાવૃત્ય કેટિની સેવા બનશે. એમાં તપને જવા માટે તમારા જીવનને પણ શુદ્ધ ધર્માચરણની પ્રવૃત્તિયુક્ત અને એમાં કાયકલેશ તપ (શરીરશ્રમ આપીને સેવા કરવી) વધારવાં પડશે. વળી પોતાના વર્ગની સેવા પણ ત્યારે જ થશે કે જ્યારે તમે એ વ્યક્તિને સુસંસ્કારી બનાવી ધર્મમાર્ગ પર લાવવાનો યત્ન કરશે. જેમ કે તમારે પરિવારની સેવા કરવી હોય તો તે સેવા પરિવારના ભેજન, કપડાં અને શિક્ષણની વ્યવસ્થા સુધી જ સીમિત સમજશો નહીં, કારણ કે આટલી સેવા તે તમારા કર્તવ્ય રૂપે આવે છે. એ પુણ્યફળદાયી જરૂર બની શકે, પરંતુ તમે પરિવારની સેવા કરતી વખતે એ પણ વિચાર કરજો કે પરિવારને
- 127 સૌરભ સાચી વૈયાવૃત્યની