________________
એને સહાનુભૂતિના બે શબ્દો પણ કહેતું નહોતું. જયારે શેઠ અને પંડિત એ બીમારની પાસે પહોંચ્યા ત્યારે એમણે એમનું ઊંટ અટ-. કાવી દીધું. સૌપ્રથમ પંડિતજીએ પોતાની વાગ્ધારા વહેવડાવતાં કહ્યું,
“અરે ભાઈ, આમ ચીસો પાડવાથી કે રડવાથી શું વળશે? તેં જેવાં કર્મ કર્યા છે તેવું ફળ તને મળી રહ્યું છે. તે ખરાબ કર્મ કર્યા પછી હવે આમ રડવાથી શું ફાયદો? સંસારને તે નિયમ છે કે, આ હાથે આપે અને પેલા હાથે લે.”
આ વિષયમાં પંડિતજી શાસ્ત્રમાંથી એક પછી એક પ્રમાણ ટાંકીને બેલવા લાગ્યા. પેલા બીમારને બિચારાને ઉપદેશની જરૂર નહોતી. શેઠે પંડિતને કહ્યું,
“અરે, આપને પંડિતાઈથી ભરેલે આ ઉપદેશ શા કામને ?'
પંડિતજીએ કહ્યું, “અમારાથી જે કામ થઈ શકે એમ હતું તે અમે કર્યું.”
શેઠે ખિસ્સામાં હાથ નાખ્યો અને જે કંઈ પૈસા હતા તે બધા. ઊંટ પરથી નીચે ફેંકતાં કહ્યું, “ભાઈ! આનાથી તારો ઉપચાર કરાવી. લેજે. બીજુ તે અમે શું કરી શકીએ ??”
વેદનાથી વ્યાકુળ બીમારે સિકકાને જોયા, પણ એનામાં તે ઊભા થઈને લેવાની શક્તિ પણ નહોતી. આ પરિસ્થિતિમાં ઊંટવાળાએ કહ્યું, “અરે પંડિતજી ! તમારું જ્ઞાન આને શું કામનું? અને શેઠજી તમારા સિક્કા પણ એને શું મદદરૂપ થવાના? તમે આગળ ચાલે. હું આવી રહ્યો છું. મારી પાસે બીજું કશું નથી, પરંતુ શરીર અને. મનની સાચી ભાવના છે તેને હું ઉપયોગ કરીશ.”
શેઠ અને પંડિત બંને આગળ ચાલ્યા. ઊંટવાળાએ બીમારને પિતાના ખભા પર ઉપાડી લીધો, શેઠે નાખેલા જે કાંઈ પૈસા હતા તે બીમારના કપડાને છેડે બાંધી આપ્યા, અહીંથી થોડે દૂર આવેલા ગામના દવાખાને પહોંચાડ્યો. દવાખાનામાં દાખલ કરાવ્યો અને પિલા.
- 125 સૌરભ સાચી વૈયાવૃત્યની