________________
એનું જીવન ઝિંદાદિલીનું જીવન છે. માત્ર શ્વાસેવાસ લેનાર અને દેહની દીવાલમાં જ રમમાણ તેમ જ પિતાના શરીરસુખમાં જ જીવન સર્વસ્વ માનનાર શ્વાસ લેતે હશે, પણ એની જિંદગી જીવંત હતી નથી. જે વ્યક્તિ પોતાના દેહ, ઘર આદિના સાંકડા વર્તુળમાંથી બહાર આવીને બીજાના હિત માટે અને બીજાનાં આંસુ લૂછવા માટે કે અન્યના. દુઃખદર્દનું નિવારણ કરવા માટે જીવે છે તે જ સાચે શ્વાસેપ્શવાસ લેતો ગણાય અને એ જ સાચું જીવન ગણાય. આવું અગરબત્તી જેવું જીવન જાતે બળીને બીજાને સુગંધ પ્રદાન કરે છે અને પિતાની. આસપાસના જીવનને સુરક્ષિત કરે છે.
- પરહિત કાજે જીવનને ઉત્સર્ગ કરવામાં જ જેણે સાચે આનંદ માને છે તે જ જીવનને વાસ્તવિક કલાકાર કહેવાય. બીજાની સેવા માટે કે બીજાના દુઃખદર્દ દૂર કરવા માટે જેણે તન, મન, ધન કે સાધનને ઉપયોગ કર્યો નથી તે વ્યક્તિને પગ હોય તેમ છતાં પંગુ છે, હાથ હોય તેમ છતાં હાથવિહીન છે, કાન હોવા છતાં બહેરે છે, આંખ હોવા છતાં અંધ છે અને શરીરના બધા અવયે હેવા છતાં વિકલાંગ છે. એની પાસે ધન કે સાધન હોય તે પણ નિધન કે સાધનહીન છે. માનવી બનીને જેણે પિતાની આખી જિંદગીમાં એકેય માનવની સેવા ન કરી હોય તેવા માનવીનું જીવન કંઈ જીવન ગણાય? એના કરતાં તે બાવળનું ઝાડ સારું કે જે ખેતરનું રક્ષણ તે કરે છે. નદી કે તળાવની પાસે કઈ તરસ્યા જાય તે એની તરસ તે એ છિપાવે છે. કોઈ ફળથી લચી પડેલા વૃક્ષની પાસે થાકેલે પ્રવાસી જાય તો તેને એ વૃક્ષ ઠંડી છાયા, મધુર ફળ અને ફૂલની ખુશબૂ પણ આપે છે. સાચું પૂછે તે આ નાનાં નાનાં પ્રાણીઓ, સ્થાવર જીવે અને એકેન્દ્રિય આત્માઓનું જીવન બીજાઓને કેટલું બધું ઉપયેગી બને છે !
ધરતી આ જગતનાં તમામ પ્રાણીઓને હૂંફાળી ગાદ આપે છે. ધાર્મિક, સદાચારી અને વિદ્વાનની માફક એ પાપી, ચેર અને ડાકુને પણ આશરે આપે છે. હવા તો બધાં પ્રાણુઓ માટે જીવન-આધાર છે. એના વિના તમે અને હું એક દિવસ તે શું, પણ એક કલાક
18 ઓજસં દીઠાં આત્મબળનાં