________________
અવિનય દાખવવાનાં ઉદાહરણા છે. બાર, વલ્લામેસિય” આદિ ૧૪ પ્રકારની જ્ઞાનની આશાતનાથી ખચવુ તે પણ જ્ઞાન-વિનય છે. સૂરિ(આચાર્ય)-વિનય :
અગાઉ કહ્યા મુજબ ચાર પ્રકારે આચાર્યાના વિનય કરવા તે આચાર્ય વિનય છે. આચાર્ય સંધમાં આચારપક્ષની રક્ષા કરે છે. તે સ્વયં ધર્માચરણ કરે છે અને બીજાને પણ ધર્માચરણમાં પ્રેરિત કરે છે. સ્થવિર-વિનય :
જે પેાતે ધમ પાલનમાં સ્થિર રહીને સાધુ-સમુદાયને ધમ પાલનમાં સ્થિર રાખે છે તે સ્થવિર કહેવાય છે. જો કોઈ સાધુ-સાધ્વી પોતાના ધર્માચરણ કે વ્યાપક ધર્મવિચારમાં શિથિલ થતાં હાય તે તેને તે દૃઢ બનાવે છે. વૃદ્ધ કે અનુભવી વ્યક્તિઓની જેમ તેઓ સાધુ-સાધ્વીએને સુધારવાનો પ્રયત્ન કરે છે. આથી આવા સ્થવિરાના પૂર્વોક્ત ચારે પ્રકારે વિનય દર્શાવવા તેને સ્થવિર વિનય કહે છે. ઉપાધ્યાય-વિનય :
ઉપાધ્યાય સંઘમાં જ્ઞાનપક્ષના રક્ષક હાય છે. તેઓ શાસ્ત્રોના પાડને સુરક્ષિત રાખે છે. શાસ્ત્રના અગાધજ્ઞાનમાં ડૂબકી લગાવીને સાધુસાધ્વીઓને અને શ્રાવક શ્રાવિકાઓને તેએ જ્ઞાનરત્ન શેાધી આપે છે. ઉપાધ્યાય સાધુ-સાધ્વીઓને શાસ્ત્રના સામાન્ય અસહિત પાઠ કરાવે છે, તેથી તેએ પાઠક પણ કહેવાય છે. પછી આચાય તેનું વિશ્લેષણ કરીને સામાજિક અનુભવના સંદર્ભમાં તેની વ્યાખ્યા આપે છે. આવા ઉપાધ્યાય પ્રતિ વિનય રાખવા તે ઉપાધ્યાય-વિનયતપ છે. ગણિ-વિનય :
ગણિ એ આચાયથી નીચેના ક્રમનું સ્થાન છે. એને પ્રવક પણ કહે છે. સાધુઓનાં બધાં નિત્યકર્માંની વ્યવસ્થા ગણિ કરે છે. ગણિસને પોતપાતાના કર્તવ્યમાં જોડે છે. જે કા માટે જે યાગ્ય હાય તેને તે કાર્ય સાંપે છે. ગાચરી લાવનારાને ગેાચરી લાવવાના કામમાં, વૈયાવૃત્ય(સેવા) કરનારાને વૈયાવૃત્યના કાર્યોમાં અને ખીજા કામમાં અન્ય યાગ્ય સાધુને નિયુક્ત કરે છે. સાધુ-સાધ્વીઓના પઠન
is વિનયના વિવિધ પ્રકાર