________________
અપુનરાવૃત્તિ (જ્યાં પહોંચ્યા પછી પાછું આવવાનું હેતું નથી) સિદ્ધ ગતિ નામક સ્થાન જેને પ્રાપ્ત થયું છે તે.” - ભગવદ્ગીતા પણ આ જ કહે છેઃ
“ ન નિવર્નન્ત, તદ્વામ મન ”
જ્યાં પહોંચ્યા પછી પાછા ફરવાનું નથી હોતું, તે જ મારું પરમધામ છે.”
અહીંથી, પહેલાં કે પછી, કેઈપણ પ્રકારે કર્મોને ક્ષય કરીને 'સિદ્ધ કે મુક્ત થયા બાદ, સિદ્ધગતિમાં કોઈ ફેર હોતે નથી. સિદ્ધ થયા પહેલાંની અવસ્થાઓથી શરૂ કરીને અહીંની અપેક્ષાએ સિદ્ધોના પંદર પ્રકાર પાડ્યા છે. અહીં બધા સિદ્ધ એકસમાન છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં જ અનંત સિદ્ધ છે.
સિદ્ધ ભગવાનના મૂળ આઠ ગુણ છેઃ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય, અનંત બલવીર્ય, અવ્યાબાધ સુખ, અટલ અવગાહના, અમૂર્તિક અને અ-ગુરુ-લઘુ. આમ તે દરેક આત્મા અનંતગુણ હોય છે, પરંતુ આ આઠ ગુણો સિદ્ધોમાં વિશેષ રીતે હોય છે.
સિદ્ધ ભગવાનને વિનય કરવા માટે તે ભાવના જ ઉપયોગી માધ્યમ થઈ શકે છે. એ ઉપરાંત સ્તુતિ, બહુમાન, પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ, ગુણ-ગાન, અનાશાતના વગેરે કેટલીય રીતે વિનય કરી શકે છે. અને વાસ્તવમાં અહીં પણ,
“સિદ્ધ સિદ્ધિ મન ટ્રિસંતુ
અથવા
“
માહિત્રામં સમાવિમુત્તમં રિંતુ વગેરે પ્રાર્થનાઓ ભક્તિભાવયુક્ત છે. આ પ્રાર્થનાઓને અર્થ એ જ કે “હું સિદ્ધિ(મુક્તિ) મેળવવા માટે ખૂબ પુરુષાર્થ કરું અથવા સ્વસ્થ બેધિલાભ કે ઉત્તમ સમાધિ માટે હું જ પ્રયત્નશીલ બનું, તેમાં ક્યાંય અવરોધ આવતું હોય કે મારી શક્તિની અપૂર્ણતા હોય કે રાગદ્વેષાદિ શત્રુઓને શિકાર બનું ત્યારે મને પ્રેરણાબળ પ્રાપ્ત થાઓ.” ભાવનામાં તે અસીમ શક્તિ છે. ભાવની ગતિ પણ દેશ
- વિનયના વિવિધ પ્રકાર