________________
કે
તે પછી તેની હાજરી છે. સાથે
તીર્થકર સંસારનું સર્વોચ્ચ શિખર છે. વિશ્વમાં તેમનાથી વિશેષ કઈ પુણ્યાત્મા નથી. તેઓ સાકાર પરમાત્મા છે. તેમને શરીર હોવાથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પણ હોય છે, શરીર હોવાથી તેઓ શરીરની બધી જ ક્રિયાઓ કરે છે છતાં શરીર પ્રત્યે અથવા સંસારની કોઈપણ વસ્તુ તરફ તેમને આસક્તિ કે મૂછ હોતી નથી તેમ જ તેઓ કોઈ પણ પ્રત્યે ધૃણું, ‘ષ અથવા વેર રાખતા નથી. તેઓ વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદશી છે.
| સર્વોચ્ચ ગુણવાનનો વિનય * કેઈએમ કહી શકે કે તીર્થકર વર્તમાનકાળમાં આ ક્ષેત્રમાં વિદ્યમાન નથી તે પછી એમને “વિનય કઈ રીતે કરી શકાય? અમે પૂર્વે કહ્યું તેમ ગુણવાન પુરુષની હાજરી હોય કે ન હોય, પણ વિનય તે તેમનામાં રહેલા ગુણે પ્રત્યે દાખવવાને છે. આથી સર્વોચ્ચ ગુણવાન તીર્થકરોની ગેરહાજરીમાં પણ તેમના ગુણમાંથી પ્રેરણા લેવા માટે તથા સંકટ, ભય, પ્રલોભન વગેરે વખતે પણ આપણે તેમના ગુણો ઉપર આધાર રાખી શકીએ. વળી તેમના ગુણને અપનાવવાની પ્રેરણા અથવા પ્રેત્સાહન પણ બીજા લેકને મળી શકે એ દષ્ટિથી ઉપર્યુક્ત ચારેય પ્રકારે એમને વિનય કરી શકાય.
જેવી આકૃતિવાળી મૂતિ હોય છે, તેને જોઈને પ્રાયઃ તે વિભૂતિ કે મહાપુરુષનું સ્મરણ થાય છે. ધારો કે તમારી સામે કેઈએ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામ, ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન બુદ્ધ કે ભગવાન મહાવીર વગેરેની ચાર-પાંચ મૂર્તિઓ મૂકી હોય. તમે મૂતિની આકૃતિ જોઈને તરત એ મૂતિ કોની છે તે ઓળખી કાઢશે. શંખ, ચક, ગદા, પદ્મ વગેરે સહિતની મૂતિને જોઈને જ તમે તરત બેલી ઊઠશે. કે આ તે વિષ્ણુની મૂર્તિ છે. મેર–પીંછને મુગટ કે હાથમાં વાંસળી વાળી આકૃતિ જોતાં જ તમને શ્રીકૃષ્ણનું સ્મરણ થશે. ધનુષ-બાણ જોતાં જ તમે જાણી જશે કે આ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની મૂર્તિ છે. પદ્માસનસ્થ કે અર્ધપદ્માસનસ્થ ધ્યાનમુદ્રામાં લીન મૂર્તિ કે ધ્યાનાવસ્થામાં
- વિનયના વિવિધ પ્રકાર