________________
આવિ હવે એને જ વિશેષ વિનય અસર કરીને વિનયનું
આ હકીક્તમાં તે ગુણવાન વિના ગુણનું કોઈ મહત્વ નથી. બંનેને અવિનાભાવ-સંબંધ છે. સાકરની મીઠાશને અળગી કરવાથી કેઈ એને સાકર નહીં કહે, એ જ રીતે અગ્નિમાંથી ઉષ્ણતાને ગુણ કાઢી નાખીએ તે અગ્નિનું અસ્તિત્વ જ નષ્ટ થઈ જશે, તેમ ગુણવાનમાંથી ગુણને દૂર કરીએ તે કઈ એને ગુણવાન કહેશે નહીં. ગુણ જે ગુણવાનથી અલગ થઈ જશે, તે કઈ તેના તરફ વિનય દાખવશે નહીં, કારણ કે તે કેવળ નામને જ ગુણ છે, તેમાં તે ગુણની ગુણત્વ-શક્તિ નથી. એ ગુણની ગુણત્વ-શક્તિ ગુણવાન વ્યક્તિની સાથે સંસર્ગમાં રહેવાથી જ પ્રગટ થશે. સાકર સાથે મધુરતા રહેવાથી જ સાકરમાં એ પ્રગટશે, કાગળ પર “મધુરતા” શબ્દ લખે હેય તે તેમાંથી મધુરતા પ્રગટ નહીં થાય.
આ કારણે જ જૈન ધર્મ ગુણ અને ગુણવાન બંને પ્રત્યે શુદ્ધ ભાવપૂર્વક વિનય રાખવાને તપ, ધર્મ અને આચાર કર્યો છે.
વિનયના બાવન પ્રકાર આવો, હવે એને પણ વિચાર કરીએ. કયા કયા મુખ્ય ગુણ અને ગુણવાને તરફ જૈન ધર્મ વિશેષ વિનય રાખવાનું દર્શાવ્યું છે. આમ તે શાસ્ત્રોમાં વિભિન્ન પ્રકારે ક્યાંક ભેદ-પેટભેદ કરીને વિનયનું વર્ણન કરવામાં આવ્યું છે. વિનયના ત્રણ ભેદ દર્શાવ્યા છે, તે કયાંક ચાર, પાંચ, દસ ને તેર ભેદ કર્યા છે. આ તેર ભેદોની સાથે વિનયના ચાર પ્રકારેને ગુણાકાર કરવાથી બાવન ભેદ થાય છે.
પહેલાં વિનયના બાવન ભેદોની ચર્ચા જોઈએ. જૈન ધર્મમાં મુખ્ય ગુણ અને મુખ્ય ગુણવાન બને મળીને વિનય માટે તેર પાત્ર બતાવવામાં આવ્યાં છે. જેમના પ્રત્યે વિનય આચરે જોઈએ, તે આ પ્રમાણે છેઃ (૧) તીર્થકર (૨) સિદ્ધ (૩) કુળ (૪) ગણ (૫) સંઘ (૬) કિયા (૭) ધર્મ (૮) જ્ઞાન (૯) જ્ઞાની (૧૦) આચાર્ય (૧૧) ઉપાધ્યાય (૧૨) સ્થવિર અને (૧૩) ગણું. - આ તેર વિનયોગ્ય પાત્રોમાં તીર્થકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને ગણું એ છ ગુણવાન પુરુષ છે કુળ, ગણ અને સંઘ
100. ઓજસ દીઠાં આત્મબળનાં