________________
જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અનેરચના સંવત ૧૫૮૭. શ્રી નેમિનાથ સ્તવન,
આજરે આજરે સાંઈ સિઉં કરું,
બલિઉ બલિઉ વાલંભ ઈમ રે; પ્રીતિ રે ન પાલી પ્રીઅડા પાછિલી,
કહિ કંતા કીજસિ કિમ રે. ૧ લિધા રે અબેલા નેમિ જનમના,
બોલે બોલે રે રાજલિ નારિ રે, રાખતડાં રાજન રથ વાલીક,
આ આવ્યું તેરમું બાર રે, લીધા. આંચળી અગર, ચંદન કેરે ઓરડે,
ફૂલડે વિછાહી છે ખાટ રે; વીજળી ઝબૂકે વાહલા એકલી,
જેઉં જેઉં વાલિંભ વાટ રે. લીધા. ૨ આવીઉ માસ, અસાઢને,
આવિઓ ગડગડી મેહ રે; આવ્યા આવ્યા પંથી પરદેસીઆ,
ના ના નેમિ સનેહ રે. લીધા. ૩ હંસલા વિહૂણ વાહલા હંસલી,
જલ વિણ કમલિણ છોડ રે; ચંદલા વિણી કિસી ચાંદ્રિણી,
પ્રિય વિણ કામિની કેડ છે. લીધા. ૪