________________
-
૫૩૩
૩૮. શ્રી પ્રેમવિજયજી
શ્રી આદિજિન સ્તવન (પૃ. ૨૮૭) કવિ કહે છે શ્રી આદિનાથ ભગવાનનાં ગુણ ગાતાં મન અને તન નિર્મળ થાય છે અને ભવનાં દુઃખ દૂર થાય છે. જેમ નાની ઈયળ ભમરીને વિચાર કરતાં કરતાં કીટભ્રમર ન્યાયે ભમરી થઈ જાય છે, તેમ પ્રભુનું ધ્યાન ધરતાં ધરતાં આત્મા પરમાત્મા સ્વરૂપ પામે છે.
શ્રી શાંતિજિન સ્તવન (પૃ. ૨૮૮). સુનજરઈ-શુભ નજરથી; રણુ-રાત; સેવન–સુવર્ણ.
આ સ્તવનમાં કવિ કહે છે હે પ્રભુ! હું દિવસ રાત તમારું ધ્યાન ધરું છું. હું પ્રેમભાવથી પ્રાર્થના કરું છું કે મને અચલ સુખ આપે.
શ્રી નેમિજિન સ્તવન (પૃ. ૨૮૯) આ સ્તવનમાં કવિએ રાજુલની ઉક્તિ મૂકી છે. નવ ભવને સ્નેહ ભૂલી, મુક્તિરૂપી સુંદરી તરફ આકર્ષાઈપિતાને છોડી જવા માટે રાજુલે નેમિનાથને અહીં ઉપાલંભ આપે છે.
શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૨૯૦) શ્રી પાર્શ્વનાથ પ્રભુના દેહરૂપની અનુપમતા વર્ણવતાં કવિ કહે છે કે જેમ નદીઓમાં ગંગા, ફૂલોમાં કમળ, રાજાઓમાં ભરતેશ્વર, દેવામાં ઈન્દ્ર, જ્ઞાનમાં કેવળજ્ઞાન, ધ્યાનમાં શુલ ધ્યાન, રત્નમાં સૂરમણિ અને મંત્રોમાં નવકાર મંત્ર ઉત્તમ છે તેમ દેહરૂપમાં નીલવર્ણવાળા, નવ હાથની કાયાવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ઉત્તમ છે. પાંચમી કડીમાં કવિએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને પિતાની આ અરજ કરી છે.
શ્રી વીરજિન સ્તવન (પૃ. ર૯ર) ( નિધ–નિધાન-ભંડાર છીલર-છીછરું, ડહોળું; પીસઈપીશે; કથીર-હલકી ધાતુ: બાઉલ-બાવળ.
૩૪