________________
પ૨૩ શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૪૩) આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર પ્રભુ પ્રત્યેની પિતાની પ્રીતિનું વર્ણન કરે છે અને પિતાને ઉઠાર કરવામાં વિલંબ કરવા માટે પ્રભુને ઉપાલંભ આપે છે.
૩ર, શ્રી વિનીતવિજયજી શ્રી ગષભ જિન સ્તવન (પૃ. ૨૪૫) કવિ કહે છે કે પ્રભુની ચરણ સેવાથી મારાં બધાં વંછિત કાર્યો ફળ્યાં છે અને ભવનાં દુઃખ દૂર થયાં છે. મારે આંગણે અમૃતને વરસાદ થયો છે અને આંબે ફળ્યો છે. હવે મારા સુખના વળતા દિવસે છે. પ્રભુની સેવા દિવસે દિવસે વધે એવી અમરવેલ જેવી છે.
- શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૪૬)
આ સ્તવનમાં કવિએ શ્રી શાંતિનાથ ભગવાનના જન્મ મહેત્સવનું વર્ણન કર્યું છે અને અંતમાં આવા સ્વામીની સેવા કરવાને ઉપદેશ આપ્યો છે.
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૪૭) આ સ્તવનમાં કવિએ પ્રથમ રાજુલની વિરહ વ્યથા વ્યકત કરી છે. રાજુલ કહે છે કે હે પ્રિય ! મારા યૌવનના દિવસે ચાલ્યા જાય છે. મારી ફૂલમાળા કરમાય છે માટે તમે જલ્દી પધારો. જવાબમાં શ્રી નેમિનાથ કહે છે કે હે રાજુલ! તું મારા પર પૂરેપૂરો વિશ્વાસ રાખ. આ સંસાર અસાર છે. માટે તું મુક્તિરૂપી મંદિરમાં આવજે. આ રીતે શ્રી નેમિ જિનેશ્વરે રાજુલને અચલ શિવસુખ અપાવ્યું.
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૪૮) આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કેવાં કેવાં વાજિંત્રે અને રાગ રાગિણું સાથે કેવા રંગ ઢંગથી ગાવી તે વર્ણવ્યું છે અને પછી પ્રભુની પ્રત્યેની દઢ પ્રીતિનું વર્ણન કર્યું છે.