________________
પર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી પણ દૂર થતું નથી. તેઓ હૃદયમાં વસી ગયા છે અને માટે તેજ વહાલા લાગે છે. બીજા ગમે તેટલા રૂડા હોય તો પણ તેમાં મન લાગતું નથી.
શ્રી શાંતિજિન સ્તવન (પૃ. ૨૨૯) ગોવિંદ-કૃષ્ણ; ગૌરી-પાર્વતી,
હે પ્રભુ! જેમ ગપાનું મન કૃષ્ણમાં, પાર્વતીનું મન શંકરમાં, કુમુદિનીનું મન ચંદ્રમાં વસેલું હોય છે તેમ મારું મન તમારામાં વસેલું છે. હે સ્વામી ! હું તમને બધી વાત કરું છું પણ તમે મુખથી બોલતા કેમ નથી? તમે વાતોના રસિયા છે છતાં જવાબ કેમ આપતા નથી? મન ભળ્યા વગર પ્રીતિ કેવી રીતે નભી શકે? હે પ્રભુ! જેવી રીતે વૃક્ષ પિતાનું ફળ પોતે ખાતું નથી પણ પારકાંને આપે છે. એટલે કે તે પરઉપકારી બને છે. તમે પણ મારા ઉપર ઉપકાર કરી અને તમારા જેવો બનાવે. | શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૪) સેતી-સાથે; ઈણભાંતઈ-આ રીતે.
પ્રભુ! તમારી મૂર્તિ શિવ સુંદરીના કપાળમાં તિલકની જેમ શોભે છે. મારી અરજ સાંભળીને મારા પર આપ કરુણુ કરો. હું તમને મારા હૈયામાં ધારું છું. તમે મારે મન સર્વસ્વ છે. મારા પર ઉપકાર કરતાં તમે શી ચિન્તા રાખે છે? તમારી કીર્તિ એટલી બધી પ્રસરેલી છે કે એની તે શી વાત કરું ?
શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૨૪૧). આ સ્તવનમાં કવિએ જુદી જુદી ઉપમા આપી અને અઃ નવી કલ્પના કરી દરેક કડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વર્ણન