________________
૪૭ર જૈન ગુર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી
સમતા અથવા ચેતના પિતાના સ્વામી ચેતન તત્વ એટલે કે આત્મતત્વને આ પદમાં સંબોધન કરતાં કહે છે, “હે સ્વામી હું તમારી દિવસરાત વાટ જોઉં છું, હવે તે તમે મારે ઘરે પધારે. તમારે મારા જેવી લાખે સ્ત્રીઓ છે, પરંતુ મારે તે જેનું મૂલ ન થાય એવા તમે એક જ છે. આત્મતત્ત્વ જેવું આ જગતમાં બીજું કંઈ નથી.
ઝવેરીએ લાલ માણેકની કિંમત કરે છે, પરંતુ આત્મરૂપી લાલ માણેકની કદી કિંમત કરી શકતા નથી, માટે એ માણેક અમૂલ્ય છે. માણેક વગેરેનો આભૂષણ તરીકે ઉપયોગ થાય છે, તેને શરીર પર ધારણ કરવામાં આવે છે. કહે કે છાતી પર ધારણ કરવામાં આવે છે. પણ તેથી શું? એને હૃદયમાં તે ધારણ કરી શકાતું નથી. માટે તે હૃદયથી તે વેગળું જ છે. જ્યારે આત્મારૂપી માણેક તે હૃદયમાં ધારણ કરી શકાય છે. માટે તે બાહ્ય જગતના અનેક માણેક કરતાં ચઢિયાત છે. જગતના બીજા માણેકનું તેજ એક સરખું નથી હોતું, અને તેથી તેમની કિંમત પણ એક સરખી નથી હોતી, પણ આત્મારૂપી માણેકના તેજને કંઈ પાર નથી, વળી તે હૃદયથી ભિન્ન નથી માટે તેની કિંમત કેઈ આંકી શકતું નથી.
ચેતના કહે છે કે હે સ્વામી! હું તમારા જ પગ નિહાળતી બેઠી છું. મારી દષ્ટિ સતત તમારા જ ચરણનું દર્શન કરવામાં મગ્ન બની રહી છે. જેવી રીતે યોગી સમાધિ લગાવીને બેસે છે અને તેમાં જ તેનું મન સતત વળગેલું રહે છે તેવી જ રીતે મારી આંખોએ તમારા ચરણ માટે સમાધિ લગાવી છે.
હે સ્વામી ! તમારા વિના મારી વાત કેણ સાંભળી શકે? હું બીજા કેની આગળ મારુ હૃદય ખોલીને વાત માંડી શકું? મારી વાત તમારા સિવાય બીજું કોઈ સાંભળી કે સમજી શકે એમ નથી. બીજા કાઈને એ અધિકાર નથી. હે સ્વામી! તમારે પ્રભાવ એટલે બધે